મહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલે

ચૂંટાયેલ પાંખનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકારે પાંચ મહાપાલિકામાં વહીવટદારોની નિમણૂક કરી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત આવતીકાલે પૂૂર્ણ થનાર છે તેવી જ રીતે અન્ય ચાર…

ચૂંટાયેલ પાંખનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકારે પાંચ મહાપાલિકામાં વહીવટદારોની નિમણૂક કરી

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત આવતીકાલે પૂૂર્ણ થનાર છે તેવી જ રીતે અન્ય ચાર મહાનગરપાલિકાની મુદત પણ પૂર્ણ થનાર હોય સરકાર દ્વારા નવા ચુંટાયેલા પ્રતિનિધિઓની નિમણૂંક ન થાય ત્યાં સુધી વહીવટદાર મુકવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ ચુંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થતાં બુધવારથી રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે રેમ્યા મોહનની નિમણૂંક કરવામાં આવી છે. તેવી જ રીતે અન્ય ચાર મહાનગરપાલિકાઓમાં પણ વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પક્ષના શાસનનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. જેને લઈને રાજ્ય સરકારે અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં વહીવટદારોની નિમણૂક કરાઈ છે. હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા ઈંઅજ અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે આગામી ચૂંટણી સુધી તમામ નીતિવિષયક નિર્ણયો અને વહીવટી કામગીરી આ વહીવટદારો હસ્તક રહેશે.

જણાવી દઈએ કે, રાજ્યની 6 મહાનગરપાલિકામાં 10 માર્ચ 2026થી વહીવટદારોનું શાસન લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની મહાનગરપાલિકાઓમાં અનુભવી સચિવોને ચાર્જ સોંપવામાં આવ્યો છે. 1. અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે., 2. વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનો વહીવટી ચાર્જ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને સોંપાયો છે., 3. સુરત: દક્ષિણ ગુજરાતના મહત્ત્વના એવા સુરત મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મિલિંદ તોરવણેને જવાબદારી સોંપવામાં આવી છે., 4. ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલ વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે.

જણાવી દઈએ કે, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકામાં વહીવટદારોની નિમણૂક આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, આ તમામ IAS અધિકારીઓ અગાઉ સંબંધિત શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે શહેરના વહીવટનો અનુભવ તેમને પહેલેથી જ છે. મહાનગર પાલિકાઓમાં વહીવટદારોના શાસન આવતા જ અનેક પડતર પ્રશ્નો અને આગામી પ્રોજેક્ટ્સની ગતિ પર લોકોની નજર રહેશે. ખાસ કરીને ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને શહેરી વિકાસના કામો હવે સીધા સરકારના પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *