ચોટીલામાં બે પિસ્તોલ સાથે નામચીન શખ્સની ધરપકડ, જસદણના સપ્લાયરનું નામ ખુલ્યું

ચોટીલામાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવાની ઝુંબેશ અંતર્ગત એક ઇસમને બે દેશી પિસ્ટલ, જીવતા કાર્ટીઝ અને ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂૂ.20,80,300 ના…

ચોટીલામાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવાની ઝુંબેશ અંતર્ગત એક ઇસમને બે દેશી પિસ્ટલ, જીવતા કાર્ટીઝ અને ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂૂ.20,80,300 ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે.રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર લાયસન્સના વિના હથિયારો રાખતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમારને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પીએસઆઈ બી.સી.મીયાત્રા અને તેમની ટીમે ચોટીલા-આણંદપુર રોડ પર આવેલી માહી દૂધની ડેરી પાસે વોચ ગોઠવી હતી.

ત્યાંથી પસાર થઈ રહેલી એક સફેદ કલરની ટોયોટા ફોર્ચ્યુનર કાર નં. જીજે-03-એનબી-9967 ને આંતરીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા. ઉમિયાનગર સોસાયટી ચોટીલા રહેતા મૂળ ગઢડા ખાચરવાડીના નૃપેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટગીર ની અટકાયત કરી દેશી બનાવટની પિસ્ટલ નંગ-2 જીવતા કાર્ટીઝ નંગ-3 ટોયોટા ફોર્ચ્યુનર મળી કુલ રૂૂ.20,80,300નો મુદ્દમાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ હથિયારો અને કાર્ટીઝ વેચનાર તરીકે જસદણના બોઘરાવદર જયસુખભાઈ ઉર્ફે જેસો કોળીનું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *