સામાકાંઠે ઉઘરાણી મામલે નામચીન શખ્સ આણી ટોળકીનો આંતક, વેપારી ઉપર હુમલો

વેપારીના ઘરે જઇ હુમલો કરી ત્રણ કારમાં તોડફોડ કરી, પિતા-પુત્ર સહિત આઠ સામે ગુનો નોંધાયો સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટી શેરી નંબર 21…

વેપારીના ઘરે જઇ હુમલો કરી ત્રણ કારમાં તોડફોડ કરી, પિતા-પુત્ર સહિત આઠ સામે ગુનો નોંધાયો

સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટી શેરી નંબર 21 માં રહેતા વેપારીના ઘરે ઉઘરાણી મામલે નામચીન શખ્સ અને તેના પુત્ર સહિતની આણી ટોળકીએ આંતક મચાવી હુમલો કરી ઘરની બહાર પડેલા ત્રણ વાહનોમાં તોડફોડ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલ્ખોરોને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ અને સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટી શેરી નંબર 21 માં રહેતા હોલસેલ કાપડનો ધંધો કરતા વિરલભાઈ ડોડિયા (ઉં.વ. 48)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પુત્ર શક્તિએ જણાવ્યું હતું કે તેના મિત્ર રોનક અને ભાવેશ ડોડિયા વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતે દીપક પ્રતાપભાઈ ડોડિયાએ શક્તિને કોલ કરીને બેફામ ગાળો આપી હતી. ત્યારબાદ વોટ્સએપ કોલ કરીને ધમકી આપી હતી કે “તું ઘરે જ રહેજે, હું મારા માણસો સાથે આવું છું, તને આજે પૂરો કરી દેવો છે.”

ત્યારબાદ થોડીવાર બાદ દીપકના પુત્ર સિદ્ધાર્થે પણ કોલ કરીને બોલાચાલી કરી માર મારવાની ધમકી આપી હતી. થોડીવાર બાદ દીપક ડોડિયા, તેનો પુત્ર સિદ્ધાર્થ અને 7 થી 8 અજાણ્યા શખ્સો ફોરચ્યુનર, સ્વિફ્ટ અને ટુ-વ્હીલર વાહનોમાં ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે વિરલભાઈના ઘર પાસે ધસી આવ્યા હતા. આ ટોળાએ ઘર પાસે પાર્ક કરેલી ઓડી, ક્રેટા અને સ્વિફ્ટ કારમાં મોટાપાયે તોડફોડ કરી ભારે ભયનું વાતાવરણ સર્જી દીધું હતું અને ગાળો ભાંડીને ભાગી છૂટ્યા હતા. આ મામલે થોરાળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *