સેન્સેક્સ વધ્યા મથાળેથી 1100 પોઇન્ટનો ઘટાડો, સોનામાં 1600, ચાંદીમાં 1700 રૂપિયા તૂટ્યા
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજારની શરૂૂઆત જોરદાર તેજી સાથે થઈ હતી, પરંતુ ઉપરલી સપાટીએ પહોંચ્યા બાદ બજારમાં અચાનક મોટો યુ-ટર્ન જોવા મળ્યો હતો. સેન્સેક્સ પોતાની દિવસની ઊંચી સપાટીથી આશરે 720 પોઈન્ટ સુધી ગગડી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ ઘટીને 22330 ની આસપાસ ટ્રેડ થવા લાગ્યો હતો. ગ્રીન ઝોનમાં ખૂલેલું બજાર અચાનક લાલ નિશાનમાં ફેરવાઈ જવાનું મુખ્ય કારણ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ માનવામાં આવે છે. ઉપરાંત સાઉદી અરેબિયાના એરપોર્ટ ઉપર હુમલા થયા બાદ જોયિો પોલિટિકલ સ્થિતિ ફરી બગડી છે.
સેક્ટરલ મોરચે, Nifty IT ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી જેમાંTech Mahindraના શેરો 4% સુધી તૂટ્યા હતા. આ ઉપરાંતNifty Bank, Private Bank અને PSU Bank પણ દબાણ હેઠળ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ, ત્રિમાસિક પરિણામો અને આંતરરાષ્ટ્રીય પરિબળો વચ્ચે રોકાણકારો અત્યારે ખૂબ જ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. બજાર ગગડવાનું કારણ સતત બે દિવસ સુધી વધ્યા બાદ રોકાણકારોએ ઊંચા સ્તરે નફો વસૂલવાનું યોગ્ય માન્યું છે.જેના કારણે સેન્સેક્સ દિવસની સર્વોચ્ચ સપાટીથી 700 પોઈન્ટ નીચે આવી ગયો. એટલે કે ઉપલા લેવલ કી સેન્સેક્સ 1100 પોઇન્ટ નીચે આવ્યો છે.અને નિફ્ટી 223300 ની મહત્ત્વની મર્યાદાની આસપાસ સરકી ગયો.રૂૂપિયાની અસ્થિરતાને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા લેવાયેલા વિવિધ પગલાં અને બેન્કિંગ સિસ્ટમમાંથી સરપ્લસ લિક્વિડિટી પાછી ખેંચવાની નીતિઓની બજાર પર અસર પડી છે. આરબીઆઈ દ્વારા બોન્ડ વેચાણ અને સીઆરઆર (ઈછછ) ના નિયમોમાં ફેરફાર જેવા પગલાંથી અલ્પસામયિક દબાણ ઊભું થયું છે.
બજારના વિશ્ર્લેષકોના મતે, નિફ્ટી જ્યાં સુધી 22650 ની ઉપર ટ્રેડ ન કરે ત્યાં સુધી બજારમાં મજબૂત બુલિશ રિકવરી મુશ્કેલ છે. નિફ્ટી માટે 22300 નું સ્તર અત્યંત મહત્ત્વનું સપોર્ટ ઝોન છે; જો આ તૂટે તો વેચવાલીનું દબાણ વધુ વધી શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) તરફથી વેચવાલીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉના સત્રમાં પણ FIIsદ્વારા મોટા પાયે વેચવાલી કરવામાં આવી હતી, જોકે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DIIs) ના ટેકાને કારણે બજારને થોડો સહારો મળ્યો હતો પરંતુ તેજી ટકી શકી નહીં. બીજી બાજુ આજે સોના ચાંદી માર્કેટમાં પણ નરમાઈ જોવા મળે છે. સોનામાં 1600 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીમાં ભાવ 1700 રૂૂપિયા નીચે જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી રૂૂપિયો મજબૂત નહીં થાય અને ક્રૂડનો ભાવ આસપાસ નહીં આવે ત્યાં સુધી કોમોડિટી તેમજ ઈક્વિટી બંને માર્કેટમાં ભારે ઉથલ પાછળ જોવા મળી શકે તેમ છે.
