કુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશ્યું:મહિલાના ઘરે હંગામો કરી ધારીયા વડે હુમલો

જામનગર શહેરમાં રાંદલ નગર વિસ્તારમાં ગઈકાલે કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશયું છે, અને એક મહિલાના ઘર પાસે જઈ અપશબ્દો બોલી હંગામો મચાવ્યા પછી મહિલા…


જામનગર શહેરમાં રાંદલ નગર વિસ્તારમાં ગઈકાલે કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશયું છે, અને એક મહિલાના ઘર પાસે જઈ અપશબ્દો બોલી હંગામો મચાવ્યા પછી મહિલા પર ધારીયા વડે હુમલો કરી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


જેને પોલીસ શોધી રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર-2 ના છેડે રહેતી ભારતીબા રાજેન્દ્રસિંહ જાડેજા નામની 40 વર્ષની મહિલા ગઈકાલે પોતાના ઘેર હતી, જે દરમિયાન શાંતિનગર વિસ્તારમાં જ રહેતો કુખ્યાત દિવ્યરાજ ઉર્ફ દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ નામનો શખ્સ કે જેણે મહિલાના ઘર પાસે આવીને અપશબ્દો બોલીને હંગામો મચાવ્યો હતો.


આથી મકાન માલિક ભારતી બા ઘરની બહાર આવ્યા હતા, અને પોતાના ઘર પાસે અપશબ્દો નહીં બોલવા અને અહીંથી ચાલ્યા જવાનું કહ્યું હતું.જેથી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ઉસકેરાઈ ગયો હતો, અને પોતાના પાસે રહેલા ધારીયા વડે ભારતીબા ના માથા પર તથા પીઠના ભાગે હુમલો કરી દેતાં ઇજા થવાથી તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા.


જે બનાવ અંગે પોલીસને જાણ થતાં સિટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જે. રાજ બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને ભારતીબા જાડેજા ની ફરિયાદના આધારે આરોપી દિવ્યરાજસિંહ સામે ગુન્હો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *