ખંભાળિયા ધોરી માર્ગ પર બે મોટરકાર વચ્ચે ગંભીર અકસ્માત

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ શાપર ગામ ના પાટિયા પાસે ગત રાત્રે બે કાર બેકાબૂ બનતાં અકસ્માત થયો હતો.જેમાં અમુક લોકો ને ઈજા થતાં હોસ્પિટલમાં લઇ…


જામનગર ખંભાળિયા ધોરી માર્ગ શાપર ગામ ના પાટિયા પાસે ગત રાત્રે બે કાર બેકાબૂ બનતાં અકસ્માત થયો હતો.જેમાં અમુક લોકો ને ઈજા થતાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માત નાં આ બનાવ ની ઘટનામાં જી જે 10 સી એન 9291 નંબર ની બ્રેઝા કાર પલટ્ટી ખાઈ ફૂટબોલ ના દડા ની જેમ ઘૂમરાતી રોડ પર થી સાઇડ માં ફંગોળાઈ ગઈ હતી.જ્યારે જી જે 10 ડી એન 9998 નંબર ની ક્રેટા કાર ફંગોળાઈ ને ડીવાઈડર માં અઘ્ધ વચ્ચે અટવાઈ ને પડીકું વળી ગઈ હતી. આ બંને ગાડી માં સવાર ચાલકો ને સારવાર માંટે હોસ્પિટલ મા ખસેડવા મા આવ્યા છે, જ્યારે બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ સાથે દોડી ગયો હતો, અને જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *