MSME ડેટા ઉપરથી GST વસુલવાની નોટિસથી નાના વેપારીઓમાં દેકારો

ગુજરાતના જીએસટી વિભાગે પ્રથમ વખત ઉદ્યમ (ઞમુફળ) એમએસએમઈ ડેટાનો ઉપયોગ કરીને જીએસટી રજિસ્ટ્રેશન માટે જવાબદાર હોઈ શકે તેવી કંપનીઓને ઓળખી કાઢી છે. એમએસએમઈ રેકોર્ડમાં ટર્નઓવર…

ગુજરાતના જીએસટી વિભાગે પ્રથમ વખત ઉદ્યમ (ઞમુફળ) એમએસએમઈ ડેટાનો ઉપયોગ કરીને જીએસટી રજિસ્ટ્રેશન માટે જવાબદાર હોઈ શકે તેવી કંપનીઓને ઓળખી કાઢી છે. એમએસએમઈ રેકોર્ડમાં ટર્નઓવર રજિસ્ટ્રેશન મર્યાદા કરતાં વધુ દેખાતા વ્યવસાયોને આવકવેરા રિટર્ન, ઇન્વોઇસ, બેન્ક સ્ટેટમેન્ટ અને ટર્નઓવરની વિગતો સહિત વ્યાપક નાણાકીય દસ્તાવેજો સબમિટ કરવા માટે નોટિસ મોકલવામાં આવી રહી છે.

આ નોટિસોને કારણે નાના વ્યવસાયોમાં ચિંતા વધી છે. ઘણા વેપારીઓનું કહેવું છે કે તેમનો વાસ્તવિક ટર્નઓવર મર્યાદા કરતાં ઓછો છે અથવા તેઓ મુખ્યત્વે છૂટ મળેલી કે બિન-કરપાત્ર પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.
વરિષ્ઠ જીએસટી અધિકારીએ જણાવ્યું કે વિભાગે ઉદ્યમ ડેટાનો ઉપયોગ કરીને એવી એન્ટિટીઓને ઓળખી કાઢી છે જે ફરજિયાત રજિસ્ટ્રેશન મર્યાદા ઓળંગી ગઈ હોય પરંતુ જીએસટી હેઠળ નોંધાયેલી ન હોય. અમે ઉદ્યમ એમએસએમઈ ડેટા વાપરીને કેસો શોર્ટલિસ્ટ કર્યા છે અને ચકાસી રહ્યા છીએ કે વ્યવસાયોએ ફરજિયાત જીએસટી રજિસ્ટ્રેશનની મર્યાદા ઓળંગી છે કે નહીં. જ્યાં સંકેતો જવાબદારી સૂચવે છે ત્યાં અમે સહાયક રેકોર્ડ માંગ્યા છે, અધિકારીએ કહ્યું.

નોટિસમાં આવકવેરા રિટર્ન, બેલેન્સ શીટ, વેચાણ અને ટર્નઓવર સ્ટેટમેન્ટ, ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વેચાણ-ખરીદીના ઇન્વોઇસ, બેન્ક સ્ટેટમેન્ટ તથા કરપાત્ર, છૂટ મળેલા અને બિન-કરપાત્ર ટર્નઓવરનું વિભાજન માંગવામાં આવ્યું છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કહેવું છે કે આ કામગીરીમાં એવા વ્યવસાયો પણ સામેલ થઈ રહ્યા છે જે વાસ્તવમાં જવાબદાર ન હોય. ઘણા એમએસએમઈ ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન વખતે અંદાજિત કે અનુમાનિત ટર્નઓવર જાહેર કરે છે, પરંતુ પછીથી તેમનો વાસ્તવિક ટર્નઓવર જીએસટી મર્યાદા કરતાં ઘણો ઓછો રહે છે. કેટલાકને જમીન વેચાણ કે અનબ્રાન્ડેડ અનાજના જથ્થાબંધ વેપાર જેવી છૂટ મળેલી પ્રવૃત્તિઓ હોવા છતાં પણ નોટિસ મળી રહી છે.

ઉદ્યમ પોર્ટલ પર 40 લાખથી વધુનું ટર્નઓવર દેખાય એટલે ધડાધડ નોટિસ ફટકારાય છે
વ્યાવસાયિકોએ જણાવ્યું કે જીએસટીએન અને એમએસએમઈ મંત્રાલયનું ઉદ્યમ પ્લેટફોર્મ હવે સંપૂર્ણપણે ડેટા-ઇન્ટિગ્રેટેડ છે, જેનાથી કર અધિકારીઓ ઓટોમેટેડ એનાલિટિક્સ ચલાવી શકે છે અને પાન નંબર આધારિત માહિતીનું મેળ કરી શકે છે. ઉદ્યમમાં જાહેર કરેલો ટર્નઓવર રજિસ્ટ્રેશન મર્યાદા (માલ માટે રૂૂ. 40 લાખ અને સેવાઓ માટે રૂૂ. 20 લાખ) કરતાં વધુ હોય અને પાન નંબર પર જીએસટી રજિસ્ટ્રેશન ન હોય ત્યારે નોટિસ જાય છે. પહેલેથી નોંધાયેલા કરદાતાઓને પણ ઉદ્યમના આંકડા જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બીમાં જાહેર કરેલા ટર્નઓવર કરતાં નોંધપાત્ર રીતે વધુ દેખાય તો નોટિસ મોકલવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *