ઉપલેટા પોલીસના વિરોધમાં મળેલી મીડિયા કર્મીઓની બેઠક સાથે કોઈ લેવા-દેવા નથી :પત્રકાર સંગઠન

બે દિવસ પહેલા ઉપલેટાના સર્કીટ હાઉસ ખાતે પોલીસની વિરૂૂધ્ધમાં કહેવાતી મીડીયા કર્મીઓની મળેલી બેઠકને ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠનના હોદેદારો તેમજ અમુક સભ્યોને કોઈ લેવા દેવા…

બે દિવસ પહેલા ઉપલેટાના સર્કીટ હાઉસ ખાતે પોલીસની વિરૂૂધ્ધમાં કહેવાતી મીડીયા કર્મીઓની મળેલી બેઠકને ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠનના હોદેદારો તેમજ અમુક સભ્યોને કોઈ લેવા દેવા નહી હોવાનું જાણવા મળ્યું છે.

ઉપલેટા પંથકમાં પત્રકાર સંગઠનના હોદ્દેદારો બદનામ થાય તે માટે શહેરના સર્કીટ હાઉસ ખાતે કહેવાતા મીડીયા કર્મીઓની એક બેઠક મળી હતી તેમાં પીઆઈ બી. આર. પટેલ દ્વારા રાત્રિના 12 વાગ્યા પછી ગામ બંધ કરાવવા અને પોલીસ દ્વારા ખોટી દાદાગીરી કરી દબાવવાના પ્રયાસો થાય તેવા વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થયેલા સમાચારો સાથે ઉપલેટા પત્રકાર સંગઠનના હોદ્દેદારોને કોઈ લેવા દેવા નથી.

આ મીડિયા કર્મીની બેઠક અંગે સ્થાનિક હોદ્દેદારોને ટેલીફોનિક જાણ પણ કરવામાં આવેલ નથી અને અમુક હોદ્દેદારોને પૂછ્યા વગર મીડીયા કર્મીઓના નામે બેઠક બોલાવેલી હતી. આ બેઠકથી પત્રકાર સંગઠનના હોદ્દેદારો અજાણ હોવાનું જણાવ્યું હતું જ્યારે પીઆઈ બી. આર. પટેલની કામગીરીને અને પત્રકાર સંગઠનને નીચું બતાવવા માટે આવા અહેવાલો પ્રસિદ્ધ થયેલા હતા જ્યારે પીઆઈ બી. આર. પટેલ રાત્રે 12 વાગ્યા પછી શહેર બંધ કરાવે છે તે શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કર્યો છે તે ખરેખર પત્રકાર સંગઠનના હોદ્દેદારો આવકારે છે.

સાથે સાથે ગામના વરિષ્ઠ આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો પણ આ નિર્ણયને આવકારે છે. અમુક કહેવાતા લોકોને દુ:ખે છે પેટમાં અને કુટે છે માથું ત્યારે ગામની શાંતિ જોખમાય તેવા મલિન ઈરાદા સાથે ખોટી વાતો ફેલાવી રહ્યા છે.

ઉપલેટામાં મળેલી મીડિયા કર્મીઓની મિટિંગમાં ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠનના હોદ્દેદારો તેમજ અમુક સભ્યોને કોઈપણ જાતની લેવા દેવા નથી જેની દરેકે ખાસ નોંધ લેવી. તેમજ ખાસ કરીને ઉપલેટા પોલીસની કામગીરીને ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠન બિરદાવીને હૃદયથી આવકારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *