ઉનાળાની ઋતુમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડી વસ્તુઓ ખાઈ છે. ખાસ કરીને આ સીઝનમાં લોકો આઈસ્ક્રીમ ખૂબ ખાય છે. તેનાથી લોકોને ઠંડક મળે છે. પરંતુ આઈસ્ક્રીમ દરેક લોકો માટે યોગ્ય નથી આઈસ્ક્રીમમાં ખાંડ, ચરબી અને કેલરી વધુ હોઈ છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને મર્યાદિત માત્રામાં આઈસ્ક્રીમ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ડાયાબિટીસના જ દર્દી માટે નહિ પરંતુ આ રોગોના લોકોએ પણ આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ.
આઈસ્ક્રીમ ખાવાથી કેટલાક વ્યક્તિઓને પાચન સમસ્યાઓ, વજનમાં વધારો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.ડોક્ટરના જણાવ્યા અનુસાર આઈસ્ક્રીમ ખાવાથી ફેટી લીવર, સ્થૂળતા, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, લેક્ટોઝ અસહિષ્ણુતા અને એસિડિટી જેવી સ્થિતિઓ વધી શકે છે. ફેટી લીવરના કિસ્સામાં, વધુ પડતી ખાંડ અને ચરબીનું સેવન લીવર પર અતિશય તાણ લાવી શકે છે. સ્થૂળતા સાથે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિઓ માટે આઈસ્ક્રીમમાં જોવા મળતી વધારાની કેલરી વધુ વજન વધારવામાં ફાળો આપી શકે છે.
ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે આહારમાં ચરબીનું વધુ પડતું સેવન હાનિકારક હોઈ શકે છે. લેક્ટોઝ ઈનટોલરેન્સમાં પેટનું ફૂલવું, ગેસ અને ઝાડાનું કારણ બની શકે છે. એસિડિટી અને પાચન સમસ્યાઓ ધરાવતા લોકોમાં ઠંડા અને ભારે ખોરાક પણ અસ્વસ્થતા વધારી શકે છે.
આઈસ્ક્રીમનું વધુ પડતું સેવન બ્લડ સુગર વધારી શકે છે, વજન વધારી શકે છે અને પાચનને અસર કરી શકે છે. કેટલાક લોકોમાં, તે ગેસ, પેટમાં દુખાવો અને એસિડિટી વધારી શકે છે.
વધુમાં વધારે પડતી ખાંડ અને ચરબી શરીર પર વધારાનો ભાર મૂકી શકે છે. કારણ કે તેમાં કોલેસ્ટ્રોલ અને ફેટી લીવર જેવી સ્થિતિઓ હોય છે. તેથી તમારા સેવન અને સ્વાસ્થ્યની સ્થિતિનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.
