લાંબા વાળ મામલે મજાક કરી યુવાનને ગાડીમાં બેસાડી અપહરણનો પ્રયાસ, જાહેરમાં બેફામ માર માર્યો

મૂળ ગીર સોમનાથના ઝૂંડ વડલી ગામના અને હાલસાધુ વાસવાણી રોડ અક્ષર સ્કુલની બાજુમાં કર્મદીપ કોમ્પ્લેક્સ ફલેટ નંબર.3માં રહેતા વિશાલભાઈ જેઠાભાઈ સાંવ(ઉ.વ.27)ના લાંબા વાળ અંગે આરોપી…

મૂળ ગીર સોમનાથના ઝૂંડ વડલી ગામના અને હાલસાધુ વાસવાણી રોડ અક્ષર સ્કુલની બાજુમાં કર્મદીપ કોમ્પ્લેક્સ ફલેટ નંબર.3માં રહેતા વિશાલભાઈ જેઠાભાઈ સાંવ(ઉ.વ.27)ના લાંબા વાળ અંગે આરોપી કુલદીપ દરબાર અને વિજયે મજાક કર્યા બાદ માથાકૂટ કરી સાગરિતોને બોલાવી બેફામ મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા વિશાલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વિશાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે આજી જી.આઇ.ડી.સી ટર્બો ગેટ પાસે વાસુ માર્કેટિંગ નામની ક્ધટ્રકશનમાં છેલ્લા એકાદ વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.તે ગઈ તા.02/10ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યે તેમના મોટા બહેન ઉર્મિલાબેન બંને સાધુ વાસવાણી રોડ શાકમાર્કેટ શાકભાજી તથા ફળ લેવા ગયા હતા ત્યારે વિજય નામનો માણસ તેમજ કુલદીપ દરબાર નામનો માણસ મોટા બેનની હાજરીમાં તેમના લાંબા અને કર્લી વાળ હોય તે બાબતે મજાક કરતા જેથી વિશાલે બંનેને કહ્યું કે તમારા ઘરે મા બેન દીકરીઓ હોય તો આવી મજાક ન કરાય અને વિશાલના બેન ઉર્મિલાબેનને વાત કરતા તેણે એવું કહેલ કે આપણે કોઈ લપ કરવી નથી અને બાદમાં બંને ભાઈ બહેન કિયા કાર લઈને જતા રહ્યા હતા.

બાદમાં તા.05/10ના રાત્રીના વિશાલ અને તેમનો મિત્ર રોહિત લાડવા બંને રાજ પેલેસ પાસે ડીલક્ષ પાન આવેલ છે ત્યાં પાન-માવા ખાઈને બંને ચાલીને તેમના ઘર તરફ આવતા હોય ત્યારે રાજ પેલેસ ચોકમાં વિજય નામનો માણસ તેમજ તેની સાથે તેના મિત્રો ત્રણ અજાણ્યા હોય વિશાલને વિજયએ બોલાવી અને કહ્યું કે તું એજ છે ને લાંબા વાળ વાળો તારે શું કરવું છે તેમ કહેતા વિશાલે કહેલ કે મારે કોઈ માથાકૂટ કરવી નથી તો પણ આ વિજય તેમને ગાળો દેવા લાગેલ અને તેના મિત્રોને કહેવા લાગેલ કે આને ગાડીમાં બેસાડી દયો તેમ કહી આ બધાય ભેગા મળી એક કાર પડેલ હોય જેમાં વિશાલને પાછળ બેસાડી દીધેલ અને તે બહાર નીકળી ભાગવા ગયેલ તો આ ચારેય તેમને પાછળ દોડી પકડી ઢીકાપાટુ આડેધડ મારવા લાગ્યા હતા અને ત્યા રોડ પર જ બેસાડી દીધેલ એ દરમિયાન આ વિજયના બીજા મિત્રો કુલદીપ દરબાર તથા બે અજાણ્યા માણસો પણ આવી ગયા હતા તેમાંથી એક પાસે લાકડી હોય તે લાકડી વતી વિશાલને આડેધડ મારવા લાગેલા અને કોઈકે બેલ્ટ વતી પણ મારેલ અને ફરી પાછો વિશાલને તેમની ગાડીમાં બેસાડવા પ્રયાસ કર્યો હતો.

જેથી વિશાલ બેઠેલ નહિ અને તેની સાથે જપાજપી કરતા હોય ત્યારબાદ ત્યાં રોડ ઉપર ઘણા માણસો ભેગા થયેલા મિત્ર રોહિત તથા બીજા માણસોએ વિશાલને વધુ મારમાંથી છોડાવેલ અને આ લોકો ત્યાંથી જતા રહ્યા હતા અને જતા જતા કહેતા હતા કે આજે તો તું બચી ગયો આજુબાજુમાં દેખાતો નહીં નહિતર જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી હતી અને જતા જતા જાતિ પ્રત્યે પણ ખરાબ શબ્દો બોલતા હતા.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *