જૂનાગઢની નોબેલ આયુ. કોલેજના ટ્રસ્ટી-ફેકલ્ટી લાંચ પ્રકરણમાં તિહાર જેલ હવાલે

બોગસ શિક્ષકો મામલે સાનુકૂળ રિપોર્ટ મેળવવા જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી રૂૂ. 10 લાખની લાંચ આપવા આવવાના હતા તે દિલ્હીની હોટલ રેડીશન બ્લુના વેઇટિંગ રૂૂમમાં…

બોગસ શિક્ષકો મામલે સાનુકૂળ રિપોર્ટ મેળવવા જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી રૂૂ. 10 લાખની લાંચ આપવા આવવાના હતા તે દિલ્હીની હોટલ રેડીશન બ્લુના વેઇટિંગ રૂૂમમાં ફરિયાદી મહિલા પ્રિન્સિપાલ ડો. રૂૂપાલીબેનને સીબીઆઇએ એવી રીતે બેસાડ્યા, જ્યાંથી હોટલના સીસીટીવી ફૂટેજ પણ આવી શકે.
એ અગાઉ રાત્રે 8:30 વાગે જ એમને સીબીઆઇ ઓફિસે લઈ જઈને રિહર્સલ પણ કરાવાયું હતું કે, દસ લાખની રકમ આપે કે તરત જ એમણે સિગ્નલ આપવાનું હતું.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ઓફિસર્સ એ જ હોટલમાં વેઇટર્સ અને રિસેપ્સનિસ્ટ જેવા સ્વાંગમાં ગોઠવાઈ ગયા હતા. જૂનાગઢ નોબેલ આયુર્વેદિક યુનિવર્સિટીના ટ્રસ્ટી પ્રતીક મોરી અને ફેકલ્ટી અભય નાલવડેએ પ્રો. રૂૂપાલીબેનને જેવી રકમ આપી કે, તરત જ એમણે સિગ્નલ આપ્યું અને આંખના પલકારામાં જ ચારે તરફથી સીબીઆઇના ઓફિસર્સે ધસી જઇને એમને ઘેરી લીધા હતા.

લાંચ આપવા આવનારા બંનેની ધરપકડ કરીને કેમેરા – વોઇસ રેકોર્ડર સહિતની સામગ્રી અને હોટલના કેમેરો પણ સીલ કરીને લઈ લેવાયા હતા. ત્યારબાદ મધરાતે સાડા ત્રણ વાગ્યા સુધી સીબીઆઇની કાર્યવાહી ચાલતી રહી હતી અને બંને આરોપીને તિહાર જેલમાં મોકલી અપાયા હતા. લખનઉના મહિલા પ્રિન્સીપાલને રૂૂા.10 લાખની લાંચ આપવા માટે નોબલ આયુર્વેદીક યુનિવર્સિટીના ટ્રસ્ટી અને ફેકલ્ટી દિલ્હીની હોટલમાં ગયા ત્યારે આ સ્થળે સીબીઆઇના ઓફિસરોએ ટ્રેપ ગોઠવી પકડી લીધા હતા.

જૂનાગઢની કોલેજમાં રેગ્યુલર ઇન્સ્પેક્શનમાં પણ વહીવટ થઈ ગયો હોવાથી કોઈ જ ત્રુટી બતાવાઈ નહોતી.
એ ઇન્સ્પેક્શનમાં રહેલા ઉત્તર પ્રદેશના ડો. ધીરજને હીયરિંગ પણ હાજર હતા. હીયરિંગમાં દસ લાખના વહીવટની વાતથી એમને પણ વધુ રકમની લાલચ જાગતા તેઓ દિલ્હીમાં જ રોકાઈ ગયા હતા, પણ ભાંડો ફૂટતા એમની સામે કરવામાં આવી હતી.

સામાન્યત: લાંચ આપવી પડે એ લોકો કેસ કરતા હોય છે, જેને લાંચ મળતી હોય તે પોતે જ ફરિયાદ કરે તેવા અજબ કિસ્સાથી સીબીઆઇ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જોકે, આયુષ મંત્રાલયના સેક્રેટરીની ભલામણ પછી સીબીઆઇએ આ કેસ હાથમાં લેવાનું સ્વીકાર્યું હતું અને યુદ્ધના ધોરણે છટકું ગોઠવીને લાંચ આપવા આવનારાને ઝડપી લેવાયા હતા.

જૂનાગઢની નોબલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં 13 બોગસ ટીચર્સ હોવાનું ખુલ્યા પછી તેના હીયરિંગમાં ’સાચવી’ લેવા માટે ડો. રૂૂપાલીબેનને કોલ આવ્યો અને ટ્રેપ ગોઠવાઈ હતી. 10 લાખ રૂૂપિયાની રકમ નક્કી થયા બાદ જુનાગઢથી ટ્રસ્ટી અને ફેકલ્ટી નીકળ્યા ત્યારથી જ સીબીઆઇની ટીમ તેની પાછળ હતી. રાજકોટથી પ્લેનમાં દિલ્હી પહોંચીને તેઓની ગાડી પહેલા કરોલબાગ ગઈ હતી અને પછી ત્યાંથી તેઓ હોટલ પહોંચ્યા હતા. હાથી તેમણે પૈસાની વ્યવસ્થા કરોલબાગમાંથી કરી હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *