લોડ્ર્સ ટેસ્ટમાં હારથી ન્યૂઝીલેન્ડ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને ફેકાય

વિજેતા થવા છતાંય ઇંગ્લેન્ડને ફાયદો ન થયો ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ ટેસ્ટની ટુર્નામેન્ટમાં પહેલી મેચ ચોથા દિવસે પહેલા જ સેશનમાં ખતમ થઈ ગઈ…

વિજેતા થવા છતાંય ઇંગ્લેન્ડને ફાયદો ન થયો

ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ ટેસ્ટની ટુર્નામેન્ટમાં પહેલી મેચ ચોથા દિવસે પહેલા જ સેશનમાં ખતમ થઈ ગઈ હતી. આ મેચમાં સંપૂર્ણ રીતે બોલરોનો તરખાટ જોવા મળ્યો હતો. અંતમાં ઈંગ્લેન્ડની ટીમ 115 રન કરવામાં સફળ રહી હતી. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં 253 રનનો ટાર્ગેટ હતો, જેમાં કિવીની ટીમે પોતાની બીજી ઈનિંગ્સમાં 138 રન જ બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ ટીમે હાર સ્વીકારી અને ગેમ પર ફોક્સ કરવાની વાત કહી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025-27ના પોઈન્ટ ટેબલમાં આ મેચથી મોટો ફેરફાર જોવા મળ્યો હતો, ઈગ્લેન્ડે ભલે મેચ જીતી પણ ખાસ કોઈ ફાયદો ટીમને થયો નથી પણ ન્યૂઝીલેન્ડની ટીમ હારી જતા બીજા ક્રમેથી ડાયરેક્ટ ચોથા ક્રમે ધકેલાઈ ગઈ છે. આ એ જ ટીમ છે જે મેચ પહેલા WTC 2025-27ના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે હતી. લોર્ડ્સના મેદાન પર હારી જતા હવે તે ચોથા ક્રમે પહોંચી ગઈ છે. ચારમાંથી બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ હારી ગઈ અને એક મેચ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડની વાત કરવામાં આવે તો આ સીરિઝ શરૂૂ થાય એ પહેલા જ 7માં ક્રમે હતી આ મેચ જીતીને ટીમ હાયર પોઝિશન પર પહોંચી છે. જોકે, તેમના પોઈન્ટની ટકાવારીમાં સુધારો થયો છે, કિવી ટીમની હારથી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાને ફાયદો થયો છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *