નવ ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ છે એક માત્ર RCBની જ બાદબાકી
BCCIએ 3 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, એકપણ સ્ક્વોડમાં કોઈ RCB ખેલાડીનું નામ નથી. IPLની બાકીની 9 ફ્રેન્ચાઇઝીમાંથી ઓછામાં ઓછો એક ખેલાડી ભારતીય ટી-20 ટીમનો હિસ્સો જરૂૂર છે. એવું બિલકુલ નથી કે છઈઇના પ્લેયર્સે સારું પ્રદર્શન નથી કર્યું. છેલ્લી બે સિઝન પર નજર કરીએ તો ખબર પડશે કે સૌથી વધુ વિકેટ સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે લીધી છે. ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ પણ સારું પ્રદર્શન કર્યું છે. છઈઇને સતત બે વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રજત પાટીદારને પણ નજરઅંદાજ કરવામાં આવ્યા છે, જેમણે માત્ર કેપ્ટનશીપથી જ નહીં પરંતુ બેટિંગથી પણ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. IPL 2026માં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રમનારા ટોપ 10 ખેલાડીઓની યાદીમાં રજત પાટીદાર એકમાત્ર એવા ખેલાડી છે, જે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે.
પાટીદારે આ સિઝનમાં 15 ઇનિંગ્સમાં 41.75ની એવરેજ અને 192.69ના સ્ટ્રાઇક રેટથી 501 રન બનાવ્યા હતા. તેમણે આ દરમિયાન 42 સિક્સર પણ ફટકારી હતી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આખરે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખેલાડીઓની અનદેખી કેમ થઈ રહી છે? ફેન્સ આની પાછળ અલગ-અલગ કારણો જણાવી રહ્યા છે. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે, વિરાટ કોહલી આ ટીમનો હિસ્સો છે, તેથી અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર આ ટીમ પર ધ્યાન નથી આપી રહ્યા. કારણ ગમે તે હોય, પરંતુ આ પ્રશ્ન ઉઠવો બિલકુલ વ્યાજબી છે. IPL 2026માં 28 વિકેટ લેનારા ભુવનેશ્વર કુમાર, 501 રન અને 42 સિક્સર ફટકારનારા રજત પાટીદાર અને મિડલ ઓવરોમાં બેટ્સમેનો પર લગામ લગાવનારા સ્પિનર ક્રુણાલ પંડ્યામાંથી કોઈ એકની જગ્યા તો ટીમ ઇન્ડિયાના સ્ક્વોડમાં બનતી જ હતી.
