નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં એક મોટી દુર્ઘટના બની છે. સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
https://x.com/FocusFR_/status/2006602511046599012?s=20
સ્વિસ પોલીસે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ લક્ઝરી અલ્પાઈન સ્કી રિસોર્ટ સિટી ક્રેસ મોન્ટાનામાં એક બારમાં થયો હતો. આ વિસ્ફોટને કારણે મોત અને ઈજાગ્રસ્તોનો આંકડો મોટો હોઈ શકે છે. કેમ કે બ્લાસ્ટને પગલે આખી ઈમારત આગમાં ઘેરાઈ ગઇ હતી. આ બારમાં 400 લોકો હાજર રહી શકે એટલી ક્ષમતા હતી. જોકે આ ઘટનાના સમયે બારમાં 100 લોકો હાજર હતા. જેમાંથી 10 લોકોના મોત થતાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ અને ઇમર્જન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલ વિસ્ફોટનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
