વેરાવળમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી સાથે એક શખ્સને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આગામી ઉતરાયણ પર્વ ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિકની દોરી. નાયલોન અન્ય સિંથેટીક માંઝા, સિંથેટીક પદાર્થની કોટીંગ કરેલ અને નોન-બાયોડિગ્રેબલ હોય તેવી દોરી, ચાઇનીઝ માંઝા ઉપર પ્રતિબંધ બાબતે ગીર સોમનાથ જિલ્લા મેજી., દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરવા તેમજ ચાઇનીઝ માંઝા, દોરી નો ઉપયોગ, સંગ્રહ, હેરાફેરી, વેચાણ કરતા શખ્સો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા સૂચના આપતા એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા, પો.સબ ઇન્સ. આર.એચ.સુવાના ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. દેવદાનભાઈ કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા, પો.હે.કો. વિપુલભાઇ ટીટીયા, અનીરૂૂધ્ધસિંહ રાયજાદા, હિતેશભાઇ કામળીયા, નદીમભાઇ બ્લોચ, મહાવીરસિંહ જાડેજા સહિતના પેટ્રોલિંગમાં રહેલ તે દરમિયાન આમદશા બોદુશા શામદાર ઉ.વ.57 રહે. સોમનાથ ટોકીઝ પાછળ, વેરાવળ વાળા ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
વેરાવળમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી સાથે શખ્સ ઝડપાયો
વેરાવળમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી સાથે એક શખ્સને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આગામી ઉતરાયણ પર્વ ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિકની…
