RMCના નવા સુકાની પહોંચ્યા ગાંધીનગર, સાંઢિયા પુલના લોકાર્પણ માટે ‘મુહૂર્ત’ની માગણી

રાજકોટ મહાનગપાલિકાના નવા પદાધિકારીઓએ પદગ્રહણ કર્યા બાદ આજે ગાંધીનગર મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત અન્ય મંત્રીઓને પણ મળ્યા હતા. દરમિયાન રાજકોટની…

રાજકોટ મહાનગપાલિકાના નવા પદાધિકારીઓએ પદગ્રહણ કર્યા બાદ આજે ગાંધીનગર મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત અન્ય મંત્રીઓને પણ મળ્યા હતા. દરમિયાન રાજકોટની જનતા જેના માટે વલખા મારી રહ્યા છે તેવા સાંઢિયાપુલ તૈયાર હોવા છતા લોકાર્પણ થતુ નથી. બ્રિજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તેવી લાગણી મનપાના પદાધિકારીઓની છે. કામના વ્યસ્ત સ્યુઅલમાં મુખ્યમંત્રી રૂૂબરૂૂ આવી શકે તેવુ જો શક્ય ન બતે નો તેમના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ થાય તે માટે પણ પદાધિકારીઓએ લાગણી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.

રાજકોટ મનપાના નવા સુકાનીઓએ ગઇકાલે ડેપ્યુટી મ્યુનિ.કમિશનરો, સિટી ઇજનેર, તમામ શાખાના અધિકારીઓની મેરેથોન મિટિંગ બોલાવી હતી. જેમા ચાલુ વિકાસ કામ, પ્રોજેક્ટનો રિવ્યુ કર્યો હતો અને બજેટ પૈકી ક્યા કામ હાથ પર લઇ શકાય તેમ છે અને ક્યા કામ ટેન્ડર પ્રક્રિયામાં છે તેની વિગત પાણી જાણી હતી. સાથે પ્રિ-મોન્સુન કામગીરીનો પણ હિસાબ લીધો હતો.

આ સાથે મનપામાં શક્ય તેટલી નાણાકીય કરકસર કરવા માટેની પણ ચર્ચા થઇ હતી. દરમિયાન ચાલુ હોય તેવા ક્યા વિકાસ કામ માટે અને જે કામ હાથ પર લઇ શકાય હોય તેના માટે નાણાકીય જોગવાઇ શું છે તેના લોખા-જોખા પણ લીધા હતા. હાલ વૈશ્વિક યુધ્ધની સ્થિતિ વચ્ચે નાણાકીય આફતને પહોંચી વળવા માટે શક્ય તેટલી કરકસર કરવી અને હાથ પર આગોતરુ ભંડોળ રાખવુ જેથી શહેરના વિકાસ કામની ગાડી પાટા પરથી ઉતરે નહીં. મનપાની વર્તમાન નાણાકીય સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સ્વર્ણિમ યોજના હેઠળ વધુ ભંડોળ ફાળવવા માટે પણ મનપાના પદાધિકારીઓ સરકાર સમક્ષ માગણી કરી શકે છે.

દરમિયાન મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયા, શાસક નેતા હિરેનભાઇ ખીમાણિયા તેમજ દંડક સંજયસિંહ રાણા સહિતના પદાધિકારીઓ તેમજ શહેર ભાજપના હોદેદારો ગાંધીનગર મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે આજે ગયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત મંત્રીઓને પણ મળ્યા હતા.

ઇંધણની બચત માટે આવકારદાયક નિર્ણય, માત્ર બે જ કારમાં ગાંધીનગર ગયા
મોટાભાગે અત્યાર સુધી એવુ બનતુ આવ્યુ છે કે, પદાધિકારીઓ ગાંધીનગર કે અન્ય ક્યાંય જાય ત્યારે અલગ અલગ કાર લઇને જતા હોય છે. પૂર્વ મેયર તો મનપા તરફથી મળતી કાર લઇને છેક પ્રયાગરાજ સુધી સફર કરતા આવ્યાનો પણ દાખલો બેઠો હતો. પરંતુ વર્તમાન બોડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપિલને અનુસરીને પેટ્રોલ-ડિઝલની બચત કરવા માટે મનપા તરફથી મળતી પોતાની અલગ અલગ કાર લઇ જવાના બદલે મુખ્ય પાંચેય અધિકારીઓ માત્ર બે જ કાર લઇને ગાંધીનગર ગયા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *