ઇલે.વાહનોના વેચાણ માટે નવી નીતિ આવશે

ગુજરાત સરકાર રાજ્યમાં ઘટેલા EV વેચાણને પ્રોત્સાહન આપવા માટે નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી તૈયાર કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ-2030 આવતાની સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના…

ગુજરાત સરકાર રાજ્યમાં ઘટેલા EV વેચાણને પ્રોત્સાહન આપવા માટે નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી તૈયાર કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ-2030 આવતાની સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના પરિમાણો જાળવવા પડશે. નવી નીતિ માર્ચ 2026 પહેલાં જાહેર થાય તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારે આ વર્ષે એપ્રિલમાં મોટર વાહન કરમાં 6 ટકાનો ઘટાડો કર્યો હતો, પરંતુ વેચાણમાં કોઈ વધારો થયો નથી.

રાજ્ય નબળી હવા ગુણવત્તા સામે લડી રહ્યું હોવાથી વાહનોની વધતી સંખ્યા એક પડકાર છે. સત્તાવાર આંકડા મુજબ, ચાલુ વર્ષે ઊટનું વેચાણ 22 ટકા ઘટ્યું છે. પ્રસ્તાવિત નીતિમાં ઈ-વાહનો પર સબસિડી ફરીથી રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે 2021માં ઈવી નીતિ રજૂ કરી હતી જે 2025 સુધી હતી. આ નીતિમાં ખરીદદારોને સીધી નાણાકીય સબસિડી આપવામાં આવી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નવી નીતિ જે અગાઉની નીતિ કરતા થોડી વધારે સબસિડીને અંતિમ સ્વરૂૂપ આપી રહી છે, તેના પર કામ ચાલી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનો તરફ જતા લોકોમાં આ એક મોટો અવરોધ બની ગયો છે. રાજ્યભરના હાઇવે પર 270થી ઓછા EV ચાર્જિંગ સ્ટેશન છે.

છેલ્લી EV પોલિસીમાં ટૂ વ્હિલર માટે 20 હજાર, થ્રી વ્હિલર માટે 50 હજાર, ફોર વ્હિલર માટે 1.50 લાખની રાહત ગતવર્ષે અપાઇ હતી. સરકારે EV ચાર્જિંગ સ્ટેશન માટે પણ રૂૂ. 10 લાખ સુધીની સબસિડી રજૂ કરી હતી. પ્રસ્તાવિત નીતિમાં ચાર્જિંગ સ્ટેશનો પર સબસિડી પણ આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાઇવે પર વધુ ચાર્જિંગ સ્ટેશન વિકસાવાશે. જેથી લોકો વધુ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *