ગોંડલમાં 100 વર્ષના વૃદ્ધાની ડીજે સાથે અંતિમ યાત્રા

પાંચ પેઢીના સભ્યોએ ભજન-કીર્તન સાથે ભાવભીની વિદાય આપી ગોંડલમાં એક અનોખી અંતિમ યાત્રા જોવા મળી હતી, ગાયત્રી નગર મેઈન રોડ પર રહેતા કિશોરભાઈ ભાલાળાના માતૃશ્રી…

પાંચ પેઢીના સભ્યોએ ભજન-કીર્તન સાથે ભાવભીની વિદાય આપી

ગોંડલમાં એક અનોખી અંતિમ યાત્રા જોવા મળી હતી, ગાયત્રી નગર મેઈન રોડ પર રહેતા કિશોરભાઈ ભાલાળાના માતૃશ્રી નંદુબેન ભાલાળાનું 100 વર્ષથી વધુની ઉંમરે અવસાન થયું હતું.

સ્વર્ગવાસ બાદ, પરિવારજનોએ તેમના લાંબા અને સ્વસ્થ જીવનની ઉજવણી સ્વરૂૂપે તેમની અંતિમ યાત્રાને ભાવસભર બનાવી હતી. નંદુબેનની અંતિમ યાત્રા DJ સાથે કાઢવામાં આવી હતી, જેમાં શોકને બદલે શ્રીનાથજી ઝાંખીના ભજન કીર્તન વાગી રહ્યા હતા.નંદુબેને જીવનકાળ દરમિયાન તેમની પાંચ પેઢી જોઈને દેહત્યાગ કર્યો હતો. તેમના નિધનથી પરિવારજનોમાં દુ:ખની લાગણી હતી, પરંતુ સાથે જ તેમણે મેળવેલા આશીર્વાદ અને સ્વસ્થ જીવન બદલ સંતોષ પણ છે. અંતિમ સંસ્કાર પહેલાં પોતાના નિવાસસ્થાનની બહાર દરવાજાથી મુખ્ય રોડ સુધી કંકુ ચોખાના સાથિયા કરવામાં આવ્યા હતા. તેમને સૌથી નાના દીકરા કિશોરભાઈએ અગ્નિદાહ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *