નવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કાર

તાલિબાની દ્વારા મહિલાઓ સામે કડક કાયદા-પ્રતિબંધનું કારણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિવાદ જ વિવાદ છવાયો છે. પાકિસ્તાનમાં રમવાના ભારતના ઈન્કારનું કોકડું માંડ ઉકેલાયું ત્યાં વળી નવો…

તાલિબાની દ્વારા મહિલાઓ સામે કડક કાયદા-પ્રતિબંધનું કારણ

2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિવાદ જ વિવાદ છવાયો છે. પાકિસ્તાનમાં રમવાના ભારતના ઈન્કારનું કોકડું માંડ ઉકેલાયું ત્યાં વળી નવો વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં ઈંગ્લેન્ડે સૌથી પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી દીધી છે પરંતુ હવે ઈંગ્લેન્ડે એક નવો બોંબ ફોડ્યો છે. ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન સામે રમવાનો ઈન્કાર કર્યો છે.

ઇંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન સામે ન રમવાનું કારણ પણ આપ્યું છે. ઈંગ્લેન્ડનું કહેવું છે કે અફઘાનિસ્તાન સામે અમારી ટીમનું ન રમવા પાછળનું કારણે તાલિબાની દ્વારા મહિલાઓ સામે લાવવામાં આવેલા કડક પ્રતિબંધો અને કાયદાઓનું છે. ઈંગ્લેન્ડે આ કાયદાઓને માનવતાની વિરૃદ્ધ ગણાવ્યાં છે અને તેથી અફઘાનિસ્તાનનો બહિષ્કાર કરવાનું જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે તાલિબાની પ્રતિબંધોની વિરૃદ્ધ ઓસ્ટ્રેલિયા પણ અફઘાનિસ્તાન સીરિઝ કેન્સલ કરી ચૂક્યું છે.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને તે હાઈબ્રિડ મોડલમાં રમાશે, યજમાન પાકિસ્તાન છે પરંતુ ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. ભારત તેનો પ્રથમ મુકાબલો 20 ફેબ્રુઆરીના રોજ રમશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના મેગા ઈવેન્ટ પહેલા ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 3 મેચની વન-ડે સિરીઝ રમવાની છે. કૂલ 8 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *