નેપાળી યુવકનું મોત તબીબોની હડતાલ અને બેદરકારીને લીધે થયાનો પરિવારજનોનો આક્ષેપ

તબીબે કહ્યુ, યુવકનું ઓપરેશન સફળ રહ્યુ હતું અને હડતાલ દરમિયાન પણ તેની સારવારમાં કોઇ કચાશ રાખી નથી રાજકોટ શહેરમા સિવીલ હોસ્પીટલમા અકસ્માત સબબ સારવાર લઇ…

તબીબે કહ્યુ, યુવકનું ઓપરેશન સફળ રહ્યુ હતું અને હડતાલ દરમિયાન પણ તેની સારવારમાં કોઇ કચાશ રાખી નથી

રાજકોટ શહેરમા સિવીલ હોસ્પીટલમા અકસ્માત સબબ સારવાર લઇ રહેલા નેપાળી યુવાનનુ ગઇકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ. આ ઘટનામા પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મૃતકને બ્લડની જરુર હોય તેમને બ્લડ આપવા આવેલા યુવાન સાથે તબીબે માથાકુટ કરી હતી આ ઘટનામા મારામારીનાં દ્રશ્યો સામે આવતા ફરીયાદ નોંધાઇ હતી . જેને પગલે આરોપી ન પકડાતા તબીબોએ હડતાલ શરુ કરી હતી અને ત્યારબાદ આરોપી પકડાતા તબીબોએ હડતાલ પાછી ખેચી લીધી હતી.

આ સમયે હડતાલ દરમ્યાન તબીબોએ ધ્યાન ન રાખતા નેપાળી યુવાનનો મોત થયાનો પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો આ મામલે તબીબે જણાવ્યુ હતુ કે યુવાનનુ ઓપરેશન થયા બાદ તેમને 10 દીવસ ઓબ્ઝર્વેશનમા રાખવામા આવ્યો હતો આ સમયે પણ તેમની સારવારમા કોઇ કચાશ ન રહે તે ધ્યાન રાખવામા આવતુ હતુ.વધુ વિગતો મુજબ સદર બજારમા આવેલી નોવા હોટલમા રહેતા અને ત્યાજ કામ કરતા વિનય થાપા બાઇક લઇને જતો હતો ત્યારે તેનુ બાઇક થાંભલા સાથે અથડાતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલનાં ન્યુરો સર્જન વિભાગમા સારવાર માટે ખસેડાયો હતો અને તેમને લોહીની જરુર હોવાથી સોશ્યલ મીડીયામા બ્લડની જરુરીયાત છે તેવા મેસેજ નેપાળી સમાજનાં આગેવાન સંજયરાજ અને તેમની સાથેનાં મીત્રોએ કર્યા હતા. આ સમયે નેપાળી સમાજનાં આગેવાન સંજયરાજે આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે સિવીલમા વિનય થાપાને બ્લડ આપવા આવેલા જયદીપ ચાવડા અને ડોકટર સાથે માથાકુટ થતા ઘટના હડતાલ સુધી પહોંચી હતી અને તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. આ ઘટનામા વિનયનુ તા. 28 નાં રોજ ઓપરેશન કરવામા આવ્યુ હતુ અને આ ઓપરેશન સકસેસ ગયુ હતુ .

ત્યારબાદ તબીબોએ તેમને 10 દીવસ ઓબ્ઝર્વેશનમા રાખવાનુ કહયુ હતુ પરંતુ તબીબોની હડતાલને કારણે વિનય પર પુરતુ ધ્યાન ન દેવાતા તેનુ સારવારમા મોત નીપજયુ હતુ. આ આક્ષેપને લઇ સિવીલ હોસ્પીટલનાં ડો. રોયે જણાવ્યુ હતુ કે હાલ અમારા સુધી પરીવારજનોએ કોઇપણ પ્રકારનાં આક્ષેપો કર્યા નથી અને સારવારમા રહેલા વિનય થાપાની સંપુર્ણ કાળજી પુર્વક સારવાર કરવામા આવી છે . તેની સારવાર પાછળ કોઇપણ રીતની કચાશ રાખવામા આવી નથી અને હડતાલ સમયે માત્ર ઓપીડી સેવા બંધ હતી. ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામા આવી હતી આ સેવા માટે સિનીયર તબીબો સતત ખડેપગે હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *