હોટલમાં કામ કરતો’તો: આપઘાતનું કારણ અકબંધ
શહેરના એરપોર્ટ રોડ પર મારૂતિનગરમાં રહેતા નેપાળી યુવકે ઝાડ સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર મારૂતીનગરમાં સરસ્વતી સ્કુલ પાછળ રહેતા સંદેશ નટુભાઇ રાવલ (ઉ.વ.19) નામના નેપાળી યુવાને આજે સવારે પોતાના ઘર પાસ ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક નેપાળી યુવક ત્રણ ભાઇ બે બહેનમાં વચેટ અને અપરિણીત હતો તે હોટલમાં કામ કરતો હતો. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
