દ્વારકામાં તહેવાર પૂર્વે આખલા યુદ્ધ યથાવત

પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર આખલાઓનો ઉકેલ લાવશે ? ચારધામ પૈકી અને સપ્ત પુરી માની એક પુરી દ્વારિકા છે. અહીં આખી દુનિયાનો રાજા એવા ભગવાન રાજાધિરાજ…

પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર આખલાઓનો ઉકેલ લાવશે ?

ચારધામ પૈકી અને સપ્ત પુરી માની એક પુરી દ્વારિકા છે. અહીં આખી દુનિયાનો રાજા એવા ભગવાન રાજાધિરાજ બીરાજે છે. દેશ વિદેશથી દરરોજ હજારો યાત્રિકો રાજા ધીરજના દર્શનાર્થે આવતા હોય છે.

યાત્રાધામ દ્વારકામાં રખડતા આખલાઓનો રોજિંદો ત્રાસ થી યાત્રિકો તેમજ સ્થાનિકો કંટાળી ગયા છે. શહેરમાં જાહેર માર્ગો તેમજ ગલીઓમાં ફોફાડા મારતા આખલાઓ લડાઈ કરી ધમાલ ચકડી મચાવતા હોય છે. પરંતુ નગરપાલિકાનું નિર્ભય તંત્ર અહીં ધ્યાન દેતું જ નથી. જગત મંદિર જવાના તેમજ શહેરના મુખ્ય માર્ગો શેરીઓમાં બે હજાર થી વધુ આખલાઓ રખડી રહ્યા છે. ગમે ત્યારે ફોફાડા મારી યુદ્ધ કરવા માંડે છે.

ત્યારે નિર્દોષ લોકોના આ આખલાની લડાઈઓમાં ફસાઈ અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. તેમજ હાડકાં પણ ભંગાયા હોવાના બનાવો છાશવારે બન્યા છે. હાલ શ્રાવણ મહિનો તેમજ જન્માષ્ટમી નો તહેવાર નજીક છે. ત્યારે હજારો લાખો લોકો દ્વારકા પધારશે ત્યારે પાલીકાનુ તંત્ર એક્શન મોડ માં આવશે કે નહીં.? દ્વારકા નગરપાલિકાના નવ નિયુક્ત ચીફ ઓફિસર શહેર માંથી આખલાઓનો ત્રાસ દૂર કરાવશે કે નહીં. કે પછી તહેવાર ઉપર આવતા યાત્રીક ટુરીસો અહીંથી આખલાઓની પ્રસાદી લઈને પરત જશે. તે તે આવનાર દિવસોમાં ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *