ગોંડલના ભગવતપરામાં મકાનના પ્લાસ્ટર કરવા બાબતે બે પાડોશી વચ્ચે ઝગડો થતા દંપતી ઉપર તલવારથી હુમલો કરવામ આવ્યો હતો. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે પોલીસે પાડોશી દંપતી સહીત 4 સામે ગુનો નોંધ્યો છે.
ગોંડલ ભગવતપરા, બરકાતીપરા ખાડામાં રહેતી ફાતીમાબેન હુશેનભાઈ યુસુફભાઇ કટારીયા ( ઉ.વ.28)ની ફરિયાદને આધારે ગોંડલ સીટી પોલીસે રજાક ઉર્ફે ધમો ખાટકી,તોહીલ ઉર્ફે બોબી ખાટકી,રેશ્માબેન ધર્મો ખાટકી અને સબાનાબેન તોહીલ ઉર્ફે બોબી ખાટકી સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં ફાતિમાએ જણાવ્યું છે કે,ગઇ તારીખ-19/12/2025 ના રોજ સવારના નવેક વાગ્યાની આસપાસ ફાતેમા તથા પતિ તેમજ સાસું અમીનાબેન એમ બધા ઘરે સુતા હતા અને બાજુમાં રહેતા રજાક ઉર્ફે ધમો ખાટકી કે જેના મકાનની દીવાલ ફાતેમાના ઘરના પતરાની દીવાલની બાજુમાં હોય અને આ દીવાલ ઘરના પતરાથી થોડી વધારે ઉંચાઇએ હોય અને આ દીવાલનું પ્લાસ્ટર કામ ચાલું હોય જેથી રજાક ઉર્ફે ધમો કડીયાકામ કરતા મજુરોને ફાતેમાના ઘરના પતરા ઉપર ચડાવીને પ્લાસ્ટર કરાવતો હોય જેથી ઘરના સભ્યો જાગીને રજાક ઉર્ફે ધમાને કહેલ કે અમારા ઘરના પતરા દશ વર્ષ જુના છે જેથી તમે અમારા ઘરના પતરા ઉપર રહીને પ્લાસ્ટર કરશો તો અમારા ઘરના પતરા તુટી જશે તેમ કહેતા રજાક ઉફે ધમો ખાટકી તથા તેનો દીકરો તોહીલ ઉર્ફે બોબી એમ બન્ને એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ફાતેમા ને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો દેવા લાગેલ અને રજાક ઉર્ફે ધમા ખાટકી તેની પત્ની રેશ્માબેન તથા તોહીલ ઉર્ફે બોબીની પત્ની સબાનાબેન હાથમાં તલવાર લઇને આવેલ અને આ તલવાર તોહીલ ઉર્ફે બોબીને આપતા આ તલવારની મુંઠ ફાતેમાને માથા ઉપર મારી દિહી હતી તેમજ મારામારીમાં રજાક ઉર્ફે ધમા ખાટકીએ ફાતેમાના પતી ઉપર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ર્જ્કોત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.
