વિશ્ર્વકર્મા સોસાયટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલો

સાળાએ પાડોશમાં રહેતા ભાભીને ‘આ લીંબુ મારા મમ્મીને આપી દેજો’ કહેતા ડખ્ખો થયો શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતાં દંપતિ ઉપર પાડોશીઓએ ધોકા વડે…

સાળાએ પાડોશમાં રહેતા ભાભીને ‘આ લીંબુ મારા મમ્મીને આપી દેજો’ કહેતા ડખ્ખો થયો

શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતાં દંપતિ ઉપર પાડોશીઓએ ધોકા વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ વિશ્ર્વકર્મા સોસાયટી શેરી નં.11માં રહેતાં મનોજ વલ્લભભાઈ ચુડાસમા (ઉ.23) અને તેની પત્ની ખુશી (ઉ.21) આજે સવારે ઘર પાસે હતાં ત્યારે પાડોશમાં રહેતાં અજાણ્યા ત્રણ શખ્સોએ ધોકા વડે માર મારતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં મનોજ અને તેનો સાળો કુલદીપ ગઈકાલે કારખાને જતાં હતાં ત્યારે કુલદીપે લીંબુ લઈ પાડોશમાં રહેતાં ભાભીને કહેલું કે ‘આ લીંબુ મારા મમ્મીને આપી દેજો’ જે પાડોશીને સારું ન લાગતાં ગઈકાલે કુલદીપને લાફો માર્યો હતો.

બાદમાં આજે સવારે દંપતિ ઉપર હુમલો કરી માર માર્યાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *