ભીમનગર સર્કલ પાસે નાના ભાઇને રખડવા જવાની ના પાડતા મિત્ર છરી વડે તૂટી પડ્યો

મેટોડામાં કામધંધો નહીં મળતા આધેડે બિમારીના ટીકડા ખાદ્યા શહેરમાં ભારત નગરમાં રહેતા યુવાને નાનાભાઇને રખડવા જવાની ના પાડતા મિત્રએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં…

મેટોડામાં કામધંધો નહીં મળતા આધેડે બિમારીના ટીકડા ખાદ્યા

શહેરમાં ભારત નગરમાં રહેતા યુવાને નાનાભાઇને રખડવા જવાની ના પાડતા મિત્રએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ધવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ભારતનગરમાં રહેતા ચંદ્રેશ ગોવિંદભાઇ નેપાળી નામનો 27 વર્ષનો યુવાન મધરાત્રે ભીમનગર સર્કલ પાસે હતો ત્યારે એક શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સ ઇજાગ્રસ્ત ચંદ્રશના નાનાભાઇ નયનનો મિત્ર છે. ચંદ્રેશે નયનને હુમલાખોર શખ્સ સાથે રખડવા જવાની ના પાડ્યાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજા બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં આવેલી આસ્થા રેસીડેન્સીમાં રહેતા ભરતભાઇ આહુજા નામના 51 વર્ષના આધેડે કામધંધો નહીં મળતા ચિંતામાં બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *