જન્મ-મરણના દાખલા કઢાવવામાં ફરી ટેક્નિકલ અંધાધૂંધી

રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે કેન્દ્ર સરકાર આધારિત પોર્ટલ મુજબની નવી વ્યવસ્થા શરૂૂ કરી છે. કેન્દ્રના આ પોર્ટલમાં ફરી એરર આવતા…

રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે કેન્દ્ર સરકાર આધારિત પોર્ટલ મુજબની નવી વ્યવસ્થા શરૂૂ કરી છે. કેન્દ્રના આ પોર્ટલમાં ફરી એરર આવતા આજે સંખ્યાબંધ અરજદારો અસહ્ય બફારા વચ્ચે હેરાન થયા હતા. માત્ર જન્મના દાખલા જ નિકળતા હતા. મરણના દાખલા કાઢવામા ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો. જ્યારથી કેન્દ્ર સરકારના પોર્ટલ આધારિત સેન્ટ્રલાઇઝ નવી વ્યવસ્થા અમલી બની છે ત્યારથી આવા ધાંધિયા રોજીંદા બની ગયા છે. ગત અઠવાડિયે તો અરજદારોની સહનશક્તિનો જાણે છેડો આવી ગયો હોય તેમ સિવિક સેન્ટરમાં દેકારો બોલી ગયો હતો. વ્યવસ્થામાં અંધાધૂંધી સર્જાઇ હતી. એક તબક્કે અરજદારો અને વીજીલન્સ અને સિક્યુરિટી સ્ટાફ વચ્ચે માથાકૂટ પણ થઇ હતી.

કેન્દ્ર સરકારના આદેશ મુજબ જન્મના દાખલા માટે થયેલા કેટલાક ફેરફાર મુજબ નવા ફોર્મેટ સાથેના જન્મતારીખના દાખલા અરજદારોને હવે સીધા જ ઇ-મેઇલમાં મળી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવતા અરજદારોને એવી અપેક્ષા હતી કે અત્યાર સુધી જે હેરાનગતિ થતી હતી તેમાથી છૂટકારો મળશે. પરંતુ આ નવી વ્યવસ્થામાં પણ હેરાનગતિની કઠણાઇ ચાલી જ રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી જન્મ અને મરણની નોંધણી તેમજ તેને લગતી તમામ કામગીરીઓ રાજ્ય સરકારના સ્તરેથી ઓપરેટ થતા પોર્ટલ દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર આ સમગ્ર પ્રણાલીને સેન્ટ્રલાઇઝ્ડ કરીને કેન્દ્ર સરકારના સત્તાવાર પોર્ટલ પર શિફ્ટ કરવામાં આવી છે.

અગાઉની જુની સિસ્ટમમાં સર્વર ડાઉન થઇ જવાની પોળજણ રહેતી હતી. નવી વ્યવસ્થા આવી તેમા સમસ્યાનું સ્વરૂૂપ બદલાયુ છે. અરજદારોની હેરાનગતિ તો જૈસે થે વૈસે જ રહી છે. નવી સિસ્ટમમાં કેન્દ્ર સરકારના પોર્ટલમાં લોગીન લોક થઇ જવાની ટેકનિકલ ક્ષતિ આવી રહી છે. આજે સવારથી ફરી આ સમસ્યા રહી હતી. માત્ર જન્મના દાખલા નીકળતા હતા. મૃત્યુના દાખલા કઢાવવામા સિસ્ટમ ઠપ્પ હતી. જેના લીધે અરજદારોની ભીડ જામી ગઇ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *