મોરબીના ભડિયાદમાં નસેડીનો મોટાભાઇ ઉપર પાવડા વડે હુમલો

પડધરીના ડુંગરખા અને કાલાવડમાં બે યુવકને માર પડયો મોરબીના ભડીયાદ ગામે રહેતા પ્રૌઢે 1પ દિવસથી ઘરે નહી આવેલા નસેડી ભાઇને ઠપકો આપતા નસેડી મોટાભાઇએ હુમલો…

પડધરીના ડુંગરખા અને કાલાવડમાં બે યુવકને માર પડયો

મોરબીના ભડીયાદ ગામે રહેતા પ્રૌઢે 1પ દિવસથી ઘરે નહી આવેલા નસેડી ભાઇને ઠપકો આપતા નસેડી મોટાભાઇએ હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબીનાં ભડીયાદ ગામે રહેતા મનસુખભાઇ પરસોતમભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. 46) એ છેલ્લા 1પ દિવસથી ઘરે નહી આવેલા નસેડી નાના ભાઇ અમીતને તુ કેમ ઘરે નથી આવતો તેમ કહી ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા નસેડી અમીતે પાવડા વડે માર માર્યો હતો. પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

બીજા બનાવમા પડધરીનાં ડુંગરખા ગામે કરણ જગદીશ પરમાર (ઉ.વ. ર7) ઉપર કિશોર નામના શખસે કુહાડા વડે હુમલો કર્યો હતો જયારે કાલાવડમા વીનુ નરશી વાઘેલા (ઉ.વ. 40) ને નરેશ નામના શખસે પાઇપ વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા બંને યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *