ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતો યુવાન પોતાની માસિયાઈ બેનની મશ્કરી કરતો હતો ત્યારે નસેડી શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા અર્જુન વીરાભાઇ સોલંકી નામનો 22 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં ગોંડલમાં આવેલ સરકારી દવાખાના પાસે હતો ત્યારે શિવા કોળી નામના શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવક અને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અર્જુન સોલંકી ભંગારની ફેરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે અને ગઈકાલે અર્જુન સોલંકી પોતાની જ માસિયાઈ બહેન સાથે મશ્કરી કરતો હતો ત્યારે નસેડી શિવા સોલંકીને ન ગમતા અર્જુન સોલંકી સાથે ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપરમાં આવેલ ભીમનગર વિસ્તારમાં રહેતી સાજનબેન સંજયભાઈ પરમાર નામની 25 વર્ષની પરિણીતા પોતાના ઘર પાસે હતી ત્યારે જેઠ નરેશભાઈ પરમાર અને જેઠાણી શોભનાબેન પરમારે પાઇપ વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સાજનબેન પરમારને આર્થિક કરે છે અને ગઈકાલે ટ્રેક્ટરમાંથી ભંગાર વીણતી હતી. તે જેઠ જેઠાણીને ન ગમતા ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
