નરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરી

આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની…

આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો

જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જો કે સફળ ન થતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો. આ ઘટનામા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આટકોટ પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે. ગત 4 તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષ અને આઠ માસની બાળકી ત્યાં રમી રહી હતી.

આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીએ બુમાબુમ કરતા તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે બાળકી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.પરિવારે બાળકીની શોધખોળ શરૂૂ કરતાં તે નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. બાળકીની ગંભીર હાલત જોઈ પરિવાર તેને તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.

જનાના હોસ્પિટલનાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હાલ બાળકીની તબિયત સ્થિર છે. પોલીસે 10 જેટલી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂૂ કરી હતી. 140 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી 30 વર્ષીય રામસીંગ તેરસીંગને ઓળખી જતા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે.

આ આરોપી પણ અહીં આટકોટમાં ભાગીયા તરીકે કામ કરે છે. આરોપી પરણિત છે અને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.રાજકોટ ગ્રામ્ય જઙ વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ કબુલ્યુ હતુ કે બાળકી રમતી હતી ત્યારે દાનત બગડી અને તેણીને પાણીના ટાંકા પાસે લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળતા અંતે રોષે ભરાઇને બાળકીના ગુપ્તાંગમા સળીયો ઘુસાડી દીધો હતો આરોપીને 7 દિવસનાં રીમાન્ડની માંગણી સાથે કોર્ટમા રજુ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *