જામનગર ના ધરારનગર-1 વિસ્તાર માં ગત અઠવાડીયે કોલેરા ના કેસ નોંધાયા પછી તંત્રએ રોગચાળા ઉપર મહદઅંશે કાબુ મેળવ્યો છે. ત્યારે શહેર થી સાત – આઠ કી.મી. દુર ના નાધેડી ગામે એક 9 માસ ની બાળકી નો કોલેરા રિપોર્ટ પોઝિટીવ આવતાં જિલ્લા કલેક્ટરે ગામ ને કોલેરાગ્રસ્ત અને આસપાસના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે. આ જ ગામ ની બીજી 8 માસ ની બાળકી પણ શંકાસ્પદ દરદી તરીકે જી.જી. હોસ્પિટલ માં સારવાર માં છે. તંત્ર એ યુધ્ધના ધોરણે આનુસંગિક ચેકીંગ, સેમ્પલીંગ સહિતની કામગીરી કરી છે. ગામમાં 7 હજાર લોકોનો સર્વે કરાવો છે.
નાઘેડી ગામ ને કોલેરામસ્ત જાહેર કરાયા પછી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજકુમારસિંહ ની દેખરેખ હેઠળ એપેડેમિક ઓફીસર જે.આર. પટેલ અને 13 ટીમો એ ગામ ની 7758 ની વસ્તીને આવરી લેતો 778 ઘરોનો સર્વે કર્યો હતો. બેક્ટેરિયોલોજી ટેસ્ટ માટે 3 સ્થળોએ થી પાણીના સેમ્પલો પણ લેવાવા હતા. ગામે પીવાનું પાણી આપતા બે ટાંકા ની પાણી પુરવઠા વિભાગ દ્વારા સફાઈ કરવામાં આવી હતી.
આરોગ્ય ટીમોએ ગામમાં 77 જેટલી જુથ ચર્ચા યોજીને લોકોને કોલેરા સામે સાવધ કરવા સાથે 8000 લોરિટ ટીકડીઓ આપી હતી. તેમજ પીવાનું પાણી ઉકાળી ને પછી ઠંડું થાય ત્યારે જ પીવા ની સમજણ આપી હતી. હોસ્પિટલ માંથી શહેર ના તા 98 દર્દીઓ ને રજા, બે પોઝિટીવ-3 શંકાસ્પદ સહિત 11 સારવારમાં છે.
શહેર માં શુક્રવારે કોલેરાનો એક પોઝિટીવ કેસ આવતાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 21 થઈ હતી. જો કે, દાખલ અને રજા લીધેલા દરદીઓની વાત કરીએ તો શનિવાર સાજ સુધીમાં હોસ્પિટલમાં શહેરના 11 દરદીઓ સારવાર હેઠળ છે. જેમાંથી બે પોઝિટીવ છે અને 3 દરદીઓના રીપોર્ટ આવવાના બાકી છે. એક અઠવાડીયામાં હોસ્પિટલમાં કોલેરાના લક્ષણોવાળા કુલ 89 શહેરી દરદીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 78ને રજા આપી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગે ગામમાં શનિવારે ઓપીડી પણ ચાલુ કરી હતી. જો કે, ગામમાંથી 8 માસની એક બાળકી સિવાય શનિવાર ની સાંજ સુધી માં અન્ય કોઈ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી.
