કાલે મનપાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યા

રાજકોટ મહાનગરપાલિકાના 53મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ સમાન ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

રાજકોટ મહાનગરપાલિકાના 53મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ સમાન ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ સ્વરકાર ભાવિન શાસ્ત્રી પ્રસ્તુત ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલમાં રંગોળી સ્પર્ધાના વિવિધ કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત આ અવસરે પ્રેરણાદાયી ઉપસ્થિતિ માન. સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા ઉપસ્થિત રહેશે તેમજ ધારાસભ્યો ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમ પ્રકાશ, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ, કોર્પોરેટરઓ, સંગઠનના હોદ્દેદારઓ અને શહેરીજનો ઉપસ્થિત રહેશે. તા.19-11-2026, ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ભક્તિ સંગીત, સુફી સંગીત તથા લોકપ્રિય ફિલ્મી ગીતોની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવશે. ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યા અંતર્ગત ભાવસભર ભક્તિ ગીતો દ્વારા આધ્યાત્મિક આનંદની અનુભૂતિ, સુફી સંગીતની સૂરીલી રજૂઆત દ્વારા સંગીતની ઊંડાણભરી અનુભૂતિ તથા લોકપ્રિય ફિલ્મી ગીતો દ્વારા મનોરંજનની યાદગાર સફર માણવાની તક રાજકોટના સંગીતપ્રેમી નાગરિકોને મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *