લીલી પરિક્રમાના કારણે તા.26 સુધી ગિરનાર નેચર સફારી સંપૂર્ણ બંધ

  સોરઠની ધરા જૂનાગઢમાં આસ્થાના મહાસાગર સમાન વિશ્વવિખ્યાત ગિરનારની લીલી પરિક્રમાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષે આ પવિત્ર યાત્રામાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં…

 

સોરઠની ધરા જૂનાગઢમાં આસ્થાના મહાસાગર સમાન વિશ્વવિખ્યાત ગિરનારની લીલી પરિક્રમાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષે આ પવિત્ર યાત્રામાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારના ગાઢ જંગલમાં 36 કિલોમીટરની પદયાત્રા કરવા માટે ઉમટી પડતા હોય છે. આ દરમિયાન લાખો યાત્રાળુઓની સુરક્ષા જળવાઈ રહે અને જંગલના વન્યપ્રાણીઓની શાંતિમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુસર વન વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આજથી આગામી 9 દિવસ એટલે કે 18 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ’ગિરનાર નેચર સફારી’ પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ગિરનાર અભયારણ્યના ગાઢ જંગલમાં એશિયાટિક સિંહ , દીપડા સહિતના અનેક દુર્લભ વન્યજીવો વસવાટ કરે છે. લીલી પરિક્રમા દરમિયાન જંગલના માર્ગો પર લાખો ભક્તોની ભારે ભીડ જામતી હોવાથી વન્યપ્રાણીઓની સુરક્ષા જોખમાય નહીં અને પરિક્રમાર્થીઓ તેમજ વન્યજીવો વચ્ચે કોઈ ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગ અત્યંત સજ્જ બન્યું છે. આ નિર્ધારિત 9 દિવસના સમયગાળા દરમિયાન સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે, જેથી સફારી જીપ કે પ્રવાસી વાહનોની અવરજવરથી પદયાત્રીઓને કે વન્યપ્રાણીઓને કોઈ ખલેલ ન પહોંચે. લીલી પરિક્રમાના સમગ્ર 36 કિલોમીટરના જંગલ રૂૂટ પર વન વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત, રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. પરિક્રમાના રૂૂટ પર વન કર્મચારીઓ, ટ્રેકર્સ અને ઉચ્ચ અધિકારીઓનો વિશાળ સ્ટાફ સતત તૈનાત રહેશે, જે યાત્રાળુઓને જરૂૂરી માર્ગદર્શન અને મદદ પૂરી પાડવા સાથે જંગલ તેમજ વન્યજીવોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *