ગોંડલમાં દુકાનમાં ઘુસી તેલના વેપારીની ભેદી હત્યા

અજાણ્યા શખ્સે મોઢામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક રહેંસી નાખ્યા ‘હાદસાઓ કા શહેર’ ગણાતા ગોંડલમાં સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ…

અજાણ્યા શખ્સે મોઢામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક રહેંસી નાખ્યા

‘હાદસાઓ કા શહેર’ ગણાતા ગોંડલમાં સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની ચુનારા શેરીમાં આવેલી તેલની દુકાનમાં 61 વર્ષીય વૃદ્ધ વેપારીની અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી છે. ઘટના બાદ મૃતકનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાથી આ હત્યા લૂંટના ઈરાદે થઈ છે કે અન્ય કોઈ કારણોસર, તે દિશામાં ગોંડલ એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના રામ મંદિર પાસે આવેલી અરુણ કોલોનીમાં રહેતા ભરતભાઈ નાનભા ડાભી (ઉં.વ.61) ચુનારા શેરીમાં ’મહાવીર ટ્રેડર્સ’ નામે તેલનો વેપાર કરતા હતા. ભરતભાઈ નિત્યક્રમ મુજબ દરરોજ રાત્રે 10 વાગ્યે પોતાની દુકાન વધાવીને ઘરે જતા રહેતા હતા. પરંતુ ગત રાત્રે 11:30 વાગ્યા સુધી તેમની દુકાન ખુલ્લી જણાતા આસપાસના પડોશીઓને શંકા ગઈ હતી. પડોશીઓએ દુકાનમાં તપાસ કરતા ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા હતા.

હત્યારાઓએ દુકાનની અંદર જ ભરતભાઈના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતભાઈનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ઘટનાસ્થળેથી ગાયબ છે. દુકાનમાંથી રોકડ રકમની લૂંટ થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ બાઈક ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

બનાવની જાણ થતા જ એ-ડિવિઝન પીઆઈ જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકની દુકાનની અંદર સીસીટીવી કેમેરા નથી, પરંતુ બહારના ભાગે લાગેલા કેમેરા અને આસપાસના વિસ્તારના ફૂટેજ પોલીસે કબજે કરીને આરોપીઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. ગુર્જર રાજપૂત સમાજના અગ્રણી વેપારીની હત્યાથી વેપારી આલમમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.

રાત્રિના પોણા બાર વાગ્યાની આસપાસ છરીનાં ઘા ઝીંકી કરાયેલી હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય કરતા હતા અને અહીંના જાણીતા વેપારી હતા. મૃતકને સંતાનમાં એક 16 વર્ષનો દીકરો છે, જે સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. આ દુ:ખદ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

વેપારીએ પહેરેલા સોનાના દાગીના સલામત, લૂંટનો ઇરાદો નહીં
ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ રાજકોટ ગ્રામ્ય જઙ વિજયસિંહ ગુર્જરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે ગોંડલની નાની બજારમાં વર્ષોથી તેલ અને બેસનનો હોલસેલ વેપાર કરતા 61 વર્ષીય ભરતસિંહ નાનભા ડાભીની તેમની જ દુકાનમાં ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ચાકુના ઘાથી હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ હત્યા લૂંટના ઈરાદે થઈ છે કે કેમ તે હાલ ચોક્કસપણે કહી શકાય નહીં. કારણ કે વેપારીએ પહેરેલા સોનાના દાગીના સલામત હોય ત્યારે લૂંટનો ઇરાદો હોવાનું સ્પષ્ટ કરી શકાય નહીં. હત્યાના ચોક્કસ કારણો જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક ઙખ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હાલ અલગ-અલગ દિશામાં પોલીસે તપાસ કરી હાલ પોલીસે સમગ્ર રાજકોટ જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *