બેડી ચોકડી નજીક વેલનાથપરા શેરી નં. 2માં રહેતી હીનાબેન નામની 31 વર્ષની પરણીતાએ પતિ કાના ટોયટા ઉર્ફે કિરણ કારેઠા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસ આપ્યાની અને બીજા લગ્ન કરી લીધાની ફરિયાદ નોંધાવી છે.જેમાં હીનાબેને જણાવ્યું છે કે, 2010માં ઇકબાલ સાથે કચ્છમાં લગ્ન કર્યા હતા. બે પુત્રોની પ્રાપ્તિ થઈ હતી. અવારનવારના કંકાસથી 2014માં છૂટાછેડા લીધા હતા. બંને પુત્રો હાલ ઇકબાલ પાસે છે. ત્યારબાદ રાજકોટમાં કેવલમ્ રેસિડેન્સીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. મિત્ર સાહિલ મારફત કાના સાથે મિત્રતા અને પ્રેમ થતાં કાનાએ “હું તને આખી જીંદગી સાચવીશ, તારી સાથે લગ્ન કરી શાંતિથી રહેવા માંગુ છું” તેમ કહેતાં 2015માં તેની સાથે તેની કુળદેવીની હાજરીમાં લગ્ન કર્યા હતા.
સાથોસાથ તેણે ધર્મ પરિવર્તન પણ કર્યો હતો. અજમેર દરગાહ ખાતે એક-બીજાને પતિ-પત્ની તરીકે સ્વીકાર્યા હતા. 2018માં પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તે વખતે કાનાએ “આ મારો દીકરો નથી” તેમ કહેતાં મહિલા પોલીસમાં અરજી કરી હતી. જેથી સમાધાન કરી તેને તેડી ગયો હતો. 2018થી લઈ 2019સુધી કાનો ક્યાંક ફરાર થઈ જતાં મહિલા પોલીસને જાણ કરી હતી. પરત આવતા ફરીથી સાથે રહેવા લાગ્યા હતા.2020માં બીજા સંતાન તરીકે પુત્રીનો જન્મ થયો હતો. જેનું ચોથા દિવસે મૃત્યુ થયા બાદ આઠમા મહિને બીજા સંતાન તરીકે પુત્રનો જન્મ થયો હતો. તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. ત્રણેય બાળકોના જન્મ અને મરણ પ્રમાણપત્રમાં પિતા તરીકે કાનાનું નામ લખાયેલું છે. ત્યારબાદ કાનાએ તેને મારકુટ શરૂૂ કરતા મુંજકા પોલીસમાં ફરિયાદ કરી હતી. બંને વચ્ચે કોર્ટમાં સમાધાન થતાં ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. 2023માં કાનાની બહેને “તું હીના સાથે છૂટાછેડા લઈ લે, અમને તેના કાગળ આપ, જેથી હું તારા આપણા સમાજમાં બીજા લગ્ન કરાવી આપીશ” તેમ કહ્યું હતું. પરંતુ કાનો તેની વાત માન્યો ન હતો. પરિણામે તેની બહેને ફિનાઈલ પી લેતાં કાનાએ બહેનને ખુશ કરવા નોટરી રૂૂબરૂૂ છૂટાછેડાનું લખાણ કરાવ્યું હતું. જેમાં પોતાનું નામ કિરણ કારેઠા લખાવ્યું હતું.
આ પછી પણ બંને રાજીખુશીથી સાથે રહેતા હતા. એક દિવસ કાનાએ તેના સમાજની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધાની જાણ થતાં બોલાચાલી થઈ હતી. કાનો અવારનવાર દારૂૂ પી ઘરે આવી ત્રાસ આપતો હતો. બાદમાં માફી માંગી મનાવી પણ લેતો હતો. પરંતુ તેણે બીજા લગ્ન કરી લેતા આખરે ફરિયાદ નોંધાવી હતી.
