વેરાવળમાં ફોર્મ નંબર-7ના દુરુપયોગના આક્ષેપો સાથે મુસ્લિમ આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા

પોલીસ તંત્રએ સમગ્ર મામલે તપાસની ખાતરી આપી ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન ફોર્મ નંબર-7 ના દુરુપયોગના આક્ષેપો સામે આવ્યા છે. ગીર સોમનાથ…

પોલીસ તંત્રએ સમગ્ર મામલે તપાસની ખાતરી આપી

ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન ફોર્મ નંબર-7 ના દુરુપયોગના આક્ષેપો સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાદ હવે વેરાવળમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાયો છે. વેરાવળ ખાતે મુસ્લિમ આગેવાનો 282 જેટલી લેખિત ફરિયાદો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે સીટી પી.આઈ. ગઢવીને રજૂઆત કરી હતી. આ આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, લઘુમતી સમાજના મતદારો ને નિશાન બનાવી તેમના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

જેમના વિરુદ્ધ ફોર્મ-7 ભરાયા છે, તે તમામ વ્યક્તિઓ જીવિત છે અને પોતાના સરનામે હાજર છે. રજૂઆત કરનારાઓમાં પૂર્વ મુસ્લિમ સમાજ પ્રમુખ અનવર ચૌહાણ, જમિયતે ઉલેમા એ હિન્દ ના ફારૂૂકભાઈ, નગરસેવક સાહિલ સેખું અને સામાજિક કાર્યકર અલતાફભાઈ મુગલ સહીત નો સમાવેશ થાય છે. તેઓએ મતાધિકાર છીનવવા ના કાવતરા સામે કડક કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી અને ભારતીય દંડ સંહિતા હેઠળ પગલાં ભરવા જણાવ્યું હતું. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું કે, મતદાનનો અધિકાર બંધારણ દ્વારા પ્રદત્ત મૂળભૂત હક છે. કોઈપણ નાગરિક ને ખોટી અરજી દ્વારા મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ લોકશાહી માટે હાનિકારક છે. પોલીસ તંત્ર દ્વારા આ રજૂઆતો સ્વીકારીને સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *