ટમેટા-રીંગણાનું શાક બનાવતા દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ ઝેરી દવા પી લીધી

પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા અનેકવાર ગંભીર પરિણામો આવે છે ત્યારે ધ્રોલમાં ગઈકાલે સાંજે પત્નીએ રીંગણા-ટમેટાનું શાક બનાવતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીને લાગી…

પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા અનેકવાર ગંભીર પરિણામો આવે છે ત્યારે ધ્રોલમાં ગઈકાલે સાંજે પત્નીએ રીંગણા-ટમેટાનું શાક બનાવતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીને લાગી આવ્યુ હતુ અને તેમણે ઝેરી દવા પી લીધી હતી. હાલ તેણીને સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડી છે.

વધુ વિગતો અનુસાર, ધ્રોલના પીપરેલા ગામે રહેતા સુરેખાબેન મનીષભાઈ અજગર (ઉ.30) નામના પરિણિતા ગઈકાલે વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. આ અંગે સુરેખાબેને જણાવ્યું હતું કે તેમના લગ્નને 10 વર્ષ થયા છે. તેમજ સંતાનમાં બે દીકરા છે.

ગઈકાલે તેમણે ટમેટા-રીંગણાનું શાક બનાવતા પતિ સાથે ઝઘડો થયો હતો અને જેને કારણે સુરેખાબેને લાગી આવતા આ પગલુ ભરી લીધુ હતું આ અંગે ધ્રોલ પોલીસે વધુ કાર્યવાહી શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *