મનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની આવક રૂા.315 કરોડને પાર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ- 01-04-2025 થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-24-12-2025ના રોજ કુલ-3,93,005 કરદાતા દ્રારા…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ- 01-04-2025 થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-24-12-2025ના રોજ કુલ-3,93,005 કરદાતા દ્રારા રૂૂ.315.05 કરોડની વેરા ભરપાઈ કરવામાં આવેલ છે.

વર્ષ 2025-2026માં બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-1માં કુલ-9,વોર્ડ નં-2માં કુલ-11,વોર્ડ નં-3માં કુલ-38, વોર્ડ નં-5માં કુલ-2, વોર્ડ નં-6માં કુલ-5, વોર્ડ નં-7માં કુલ-134, વોર્ડ નં-8માં કુલ-4,વોર્ડ નં-9માં કુલ-7, વોર્ડ નં-10માં કુલ-18, વોર્ડ નં-11માં કુલ-8, વોર્ડ નં-12માં કુલ-8, વોર્ડ નં-13માં કુલ-9, વોર્ડ નં-14માં કુલ-6, વોર્ડ નં-17માં કુલ-6 અને વોર્ડ નં-18માં કુલ-2 મિલકતોને સીલ કરવામાં આવેલ છે, આમ, તા.09-04-2025 થી તા.24-12-2025 સુધીમાં કુલ 267 મિલકતોને સીલ કરવામાં આવેલ છે.

આ કામગીરી મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા સેન્ટ્રીલ ઝોનના આસી.કમિશ્નર કે.ડી.વાઢેર તથા વેસ્ટ્ ઝોનના આસી.કમિશ્નર દીપેન ડોડીયા તથા વેસ્ટટ ઝોનના આસી. કમિશ્નર એચ.પી. રૂૂપારેલીયા તથા સેન્ટ્રઝલ ઝોન મેનેજર વત્સયલ પટેલ, ભાવેશ પુરોહિત, વેસ્ટન ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા ઈસ્ટો ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્સિપેકટરઓ દ્રારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *