જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને ગઈકાલે ગુલાબ નગર થી ટાઉનહોલ સુધીના માર્ગ પરથી સંખ્યાબંધ દૂર કરી લેવાયા હતા, જેને લઈને ધંધાર્થીઓમાં ભારે દોડધામ થઈ હતી.જામનગરમાં મનપાની એસ્ટેટ શાખાએ ગુલાબનગરથી ટાઉનહોલ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત 10 રેકડી, અનેક પથારા, ઝાળીઓ. ટેબલ સહિતનો સામાન જપ્ત કરાતાં કુલ 4 ટ્રેક્ટર ભરાયા હતા.
કે તમામ માલ સામાન જપ્ત કરી લઈ જામનગર મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે. તંત્રએ આ કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારની મચક આપી ન હતી, અને કોઈની પણ શહે શરમ રાખ્યા વિના તમામ પ્રકારના દબાણો દૂર કરી લઇ માલ સામાન જપ્ત કરી લેવાતાં અને ધંધાર્થીઓમાં ભારે દોડધામ થઈ હતી.
