પ્રતિ ચો.મી. રૂા.2 લાખ અપસેટ પ્રાઇસ સામે રૂા.2,27,500ની સૌથી ઊંચી બોલી લગાવી પ્રાઈડ ક્ધસ્ટ્રક્શને ખરીદ્યોે
મહાનગરપાલિકાની તીજોરી તળીયા જાટક થઇ જતા હવે 360 કરોડના સાત પ્લોટ વેંચવા માટે કાઢયા છે. તેમા પણ કાનુની વિવાદ ઉભો થતા બધા પ્લોટ વેંચી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ગઇકાલે પ્રથમ પ્લોટનું ઓનલાઇન હરાજીથી વેચાણ કરવામાં આવેલ રીંગરોડ ઉપર જેડબ્લુની સામે અમીન માર્ગના કોર્નર ઉપર આવેલ 4669 ચો.મીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટની અપસેટ પ્રાઇઝ પ્રતિ ચો.મી. રૂા.2 લાખ રાખવામાં આવેલ જેમાં ચાર ખરીદદારોએ ભાગ લીધેલ અને ભારે રસાકસીના અંતે પ્રાઈડ ક્ધસ્ટ્રક્શન કંપનીએ રૂા.2,27,500નો ઉંચી બોલી લગાવી પ્લોટ ખરીદી લેતા મહાનગરપાલિકાને રૂા.106 કરોડની આવક થઇ છે.
મહાપાલિકા દ્વારા થોડા સમય પહેલાં અમીન માર્ગ કોર્નર સહિત ચાર પ્લોટની ઓનલાઈન હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે પ્રમાણે બુધવારે એકમાત્ર અમિન માર્ગ પરના પ્લોટની હરાજી બપોરે એક વાગ્યાથી શરૂૂ કરવામાં આવી હતી. આ પ્લોટ ખરીદવા માટે ચાર લોકોએ રસ દાખવી હરાજીમાં ભાગ લીધો હતો. સાંજે 7:30 વાગ્યા આસપાસ હરાજી પૂર્ણ થતાં પ્લોટની અપસેટ પ્રાઈસ 93 કરોડ સામે 106 કરોડ રૂૂપિયા ઉપજ્યા હતા. આ પ્લોટને પ્રાઈડ ક્ધસ્ટ્રક્શન દ્વારા ખરીદવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ અંગે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (સેન્ટ્રલ ઝોન) એસ.ડી.ગોહેલે જણાવ્યું કે અમીન માર્ગ-150 ફૂટ રિંગરોડ કોર્નર પરના આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ 4669 ચોરસમીટર છે. આ પૈકી પ્રતિ ચો.મી. 2 લાખ રૂૂપિયા અપસેટ પ્રાઈસ રાખવામાં આવી હતી. પ્લોટ ખરીદવા માટે ચાર લોકોએ ભાગ લીધો હતો. રસ દાખવનાર દરેક વ્યક્તિને પાંચ મિનિટમાં બીડ કરવાનો સમય આપવામાં આવ્યો હતો.
આ હરાજી સંપૂર્ણપણે ઓનલાઈન હોય પાંચ મિનિટની અંદર બીડ થાય એટલે હરાજી આગળ વધતી હતી. આ પ્રમાણે એક વાગ્યાથી શરૂૂ થયેલી હરાજી મોડી સાંજે 7:30 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી અને પ્લોટની 106 કરોડ રૂૂપિયામાં ખરીદી પ્રાઈડ ક્ધસ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી હતી. આ પ્લોટની પ્રતિ ચોરસમીટર અપસેટ પ્રાઈસ ર લાખ રૂૂપિયા નક્કી કરાઈ હતી જેની સામે પ્રાઈડ ક્ધસ્ટ્રક્શન દ્વારા 2,27,500 રૂૂપિયાનો ભાવ આપવામાં આવતા તે ભાવ સૌથી વધુ હોય તેને પ્લેટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય પ્લોટ જેમાં રૈયા મેઈન રોડ, ફિલ્ડ માર્શલ રોડ અને એચસીજી હોસ્પિટલ રોડના પ્લોટ અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્લોટ ખરીદવા માટે કોઈ વ્યક્તિ ન આવતા હવે થોડા સમય બાદ ફરી હરાજી અંગેની તારીખ જાહેર કરવામાં આવશે.
હજુ પણ 270 કરોડના પ્લોટનું વેચાણ કરાશે
મનપા દ્વારા ગઇકાલે અમીન માર્ગના કોર્નર ઉપર આવેલ પ્લોટનુ વેચાણ અપસેટ પ્રાઇઝ કરતા વધુ રકમમાં કર્યુ છે અને આગામી દિવસોમાં રૈયા મેઇન રોડ પર સાવન સીગનેટ એપાર્ટમેન્ટની બાજુનો પ્લોટ તથા મહાત્મા ગાંધી ટાઉનશીપની બાજુમાં આવેલ પ્લોટ તથા એમસીજી હોસ્પિટલ રોડ પર આવેલ પ્લોટ તથા પંચવતી સોસાયટીમાં આવેલ પ્લોટ તથા પૂનમ હોલ મોરબી રોડ પર આવેલ પ્લોટ અને ભકિત પાર્ક સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ પ્લોટ સહિત 6 પ્લોટનુ વેંચાણ કરવામાં આવશે. જેની અપસેટ પ્રાઇઝ 270 કરોડ રાખવામાં આવી છે.
