વિનોબા ભાવે, મહારાણા પ્રતાપ અને જીજાબાઇ આવાસ યોજનામાં ચેકિંગ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂતિયા અને ભાડે આપેલા આવાસો ઝડપવાની ચાલી રહેલ ઝૂંબેશ અંતર્ગત ત્રણ ટાઉનશીપમાંથી વધુ 6 ભાડે આપેલા આવાસ સીલ કરવામાં આવ્યા છે. વિનોબા ભાવે ટાઉનશીપમાં 4 અને શ્રી મહારાણા પ્રતાપ આવાસ યોજનામાં એક-એક આવાસનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે.
જે પૈકી શ્રી વિનોબાભાવે ટાઉનશીપ ભગવતીપરા, શ્રી મહારાણા પ્રતાપ ટાઉનશીપ રેલનગર તથા શ્રી જીજાબાઈ ટાઉનશીપ – રૈયાધાર પાસે આવેલ આવાસ યોજનામાં ફિલ્ડ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને અન્ય આસામી રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા છ આવાસ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.
