કૂટેવે જીવ લીધો: દારૂના નશામાં એસિડ ગટગટાવી લેનાર પ્રૌઢનું મોત

શહેરમા પેડક રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પ્રોઢે દારૂૂના નશામાં એસિડ પી લીધું હતું. પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…

શહેરમા પેડક રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પ્રોઢે દારૂૂના નશામાં એસિડ પી લીધું હતું. પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ ઉપર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પરેશભાઈ માવજીભાઈ પરમાર નામના 45 વર્ષના પ્રૌઢ સવારના દસેક વાગ્યાના અરસામાં દારૂૂના નશામાં બહારથી એસિડ પી ઘરે આવ્યા હતા. પ્રૌઢને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક પ્રૌઢ ચાર ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમનો સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયા ગામમાં રહેતા પરિવારનો ભવ્ય કિશનભાઇ ઝાપડા નામનો 11 માસનો બાળક દૂધ પીતા પિતા બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે બાળકને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *