રાજકોટમાં કેનાલ રોડ ઉપર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડના વીમા વગરના ક્ધડમ વાનની હડફેટે યુવાનના મૃત્યુના બે વર્ષ પહેલાંના ક્લેઇમ કેસમાં અદાલતે રૂૂ.26 લાખ વળતર ચૂકવવા મહાનગરપાલિકા તંત્રને હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, તા. 27/ 03/ 2024ના રોજ હર્ષિલ રવિયા એકસેસ નં. જી.જે. 03.જે.ઈ. 9383માં પાછળ બેસીને તેમની દુકાનના કામથી કપડાનું પાર્સલ ગ્રાહકોને આપવા જતા હતા ત્યારે કેનાલ રોડ ઉપર આવેલ બલદેવ ચાની દુકાન સામે પહોચેલ ત્યારે મહાનગરપાલિકા ફાયર બ્રિગેડના ફાયર ફાઈટર વાહન નં. જી.જે. 03.વાય. 9008એ હડફેટે લેતા હર્ષિલ રવિયાને ગંભીર ઈજાઓ થકી મૃત્યુ થયું હતું. જેથી આ બનાવ સબંધે રાજકોટ એ- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફાયર ફાઈટરના ચાલક વિરૂૂધ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
દરમિયાન આ અકસ્માતમાં ગુજરનાર હર્ષિલ ઉમેશભાઈ રવિયાના વારસદારો દ્વારા રાજકોટ મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલમાં વળતર મેળવવા અંગે તા. 15/ 04/ 2024ના રોજ કલેઈમ કેસ દાખલ કરવામા આવ્યો હતો. જે દાવાના અનુસંધાને મહાનગરપાલિકાના વકીલ દ્વારા ગુજરનારની બેદરકારીથી હાલનો અકસ્માત બનવા પામેલ છે તેવી દલીલો કરવામાં આવેલ, તેની સામે ગુજરનારના વારસદારના એડવોકેટ અજય કે. જોષી દ્વારા ફાયર ફાઈટરના ઓપરેટર જે અકસ્માત સમયે સાથે હોય અને તેની ઉલટ તપાસ કરવામાં આવેલ અને ઉલટ તપાસમાં એવું જણાય આવેલ કે, ફાયર ફાઈટર સરકારી ધારાધોરણ મુજબ રસ્તા ઉપર ચાલી શકે એમ ન હતું તેમજ આ વાહન સ્ક્રેપ થઈ ગયેલ હતું, તે વાહન ભંગાર વાહનોની જગ્યાએ મુકવા જતા સર્જાયો હોવાનું, જેથી સંપુર્ણ બેદરકારી વાહનના માલિકની કોર્ટ દ્વારા ઠેરવવામાં આવેલ અને ગુજરનાર હર્ષિલ રવીયાની આવક તથા ભવિષ્યની આવકના મુદાઓ પર દલીલો કરવામાં આવેલ, ઉપરાંત ક્ધડમ થયેલા ફાયર બ્રિગેડ વાનનો વીમો ન હોવા સહિતના જે તમામ મુદાઓ પર અરજદારના એડવોકેટની ધારદાર દલીલો ધ્યાને લઈને આ અકસ્માતમાં માત્ર અને માત્ર ફાયર ફાઈટર વાહન નં. જી.જે. 03.વાય. 9008ના ચાલકની બેદરકારી હોય વાહનનો વીમો પણ ન હોય વાહનના માલિક દરજ્જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરનાર હર્ષિલ રવિયાના વારસદારોને રકમ રૂૂા. 26 લાખ ચુકવવા ટ્રિબ્યુનલ રાજકોટ દ્વારા હુકમ કરાયો છે.
આ કામમાં ગુજરનારના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી, પ્રદિપ આર. પરમાર, વિશાલ એન. દક્ષીણી, અક્ષય સાંકળીયા, દુર્ગેશ જોષી રોકાયા હતા.
