કોડીનાર પાસે કાર અને છકડોરિક્ષા અથડાતા મુળદ્વારકાના ચાલકનું મૃત્યુ

કોડીનાર મુળ દ્વારકા રોડ ઉપર છકડો રિક્ષા અને હ્યુન્ડાઈ ની કાર સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું ગઈકાલે વહેલી સવારેચોહાણ ની…

કોડીનાર મુળ દ્વારકા રોડ ઉપર છકડો રિક્ષા અને હ્યુન્ડાઈ ની કાર સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું ગઈકાલે વહેલી સવારેચોહાણ ની ખાણ ગામના વતની ચૌહાણ દેવદાસ ભાઇ મેરામણભાઇ પોતાની રીક્ષા લઈને મુળદ્વારકા મજુર લેવા જતા હોય ત્યારે મુળદ્વારકા નજીક પ્રતાપભાઈ રામભાઇ વાળા ની વાડી પાસે સામેથી આવતી GJ06EQ5704 નંબરની વરના કાર ચાલકે રીક્ષા ને જોરદાર ટક્કર મારતાં દેવદાસ ભાઇ રીક્ષામાંથી રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા જેના કારણે તેઓને માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમની જાણ નજીક ના લોકોને થતાં તાત્કાલિક અસરથી 108 મારફતે કોડીનાર ખાતે રા ના વાળા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પણ માથાના ભાગે ગંભીર હાલતમાં લાગેલું હોવાથી ત્યાંથી આગળ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં દેવદાસભાઈ નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું બાદ મરણ જનારનું જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું છે આ બનાવની જાણ તેમના પરિવાર થતાં પરીવાર માં ગમગીની છવાઇ ગઇ હતી અને ચોહાણ ની ખાણ ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *