Connect with us

ટેકનોલોજી

મુકેશ અંબાણીની યુઝર્સને ‘ગિફ્ટ’, અનલિમિટેડ 5G ડેટા સાથેનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ

Published

on

અલબત્ત, ટેલિકોમ કંપનીઓએ પ્લાન મોંઘા કરી દીધા છે પરંતુ હવે કંપનીઓ યુઝર્સને રીઝવવા માટે નવા પ્લાન લોન્ચ કરી રહી છે. રિલાયન્સ જિયોએ હવે પ્રીપેડ યુઝર્સ માટે એક નવો અને સસ્તો 5G પ્લાન પણ લોન્ચ કર્યો છે જેની કિંમત 200 રૂપિયાથી ઓછી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાન સાથે યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા આપવામાં આવશે. ચાલો જાણીએ કે આ પ્લાનમાં ડેટા સિવાય બીજું શું મળશે?

અલબત્ત, ટેલિકોમ કંપનીઓએ પ્લાન મોંઘા કરી દીધા છે પરંતુ હવે કંપનીઓ યુઝર્સને રીઝવવા માટે નવા પ્લાન લોન્ચ કરી રહી છે. રિલાયન્સ જિયોએ હવે પ્રીપેડ યુઝર્સ માટે એક નવો અને સસ્તો 5G પ્લાન પણ લોન્ચ કર્યો છે જેની કિંમત 200 રૂપિયાથી ઓછી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાન સાથે યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા આપવામાં આવશે. ચાલો જાણીએ કે આ પ્લાનમાં ડેટા સિવાય બીજું શું મળશે?

રિલાયન્સ જિયોના આ 198 ​​રૂપિયાના પ્લાન સાથે યુઝર્સને દરરોજ 2 જીબી હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે. પરંતુ જે વપરાશકર્તાઓના વિસ્તારમાં Jioની 5G કનેક્ટિવિટી છે અને 5G મોબાઇલનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને કંપની દ્વારા અમર્યાદિત 5G ડેટાનો લાભ આપવામાં આવશે. આ પ્લાનમાં ડેટા ઉપરાંત અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવશે.

બંને વચ્ચે શું તફાવત છે?
તમને 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 199 રૂપિયાનો પ્લાન પણ મળશે. પરંતુ આ પ્લાનમાં કંપની અનલિમિટેડ 5G ડેટાનો લાભ નહીં આપે. આ પ્લાન સાથે દરરોજ 1.5 જીબી ડેટા, અમર્યાદિત વોઈસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ ઉપરાંત Jio એપ્સની ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

AI રોબોટના નિર્મિત વિશ્ર્વનું પ્રથમ પેઇન્ટિંગ રૂા.11.22 કરોડમાં વેચાયું

Published

on

By

પ્રખ્યાત ગણિતશાસ્ત્રી એલન ટયુરિંગનું પોટ્રેઇટ A.I. ગોડને રોબોટ ‘Ai-Da‘ દ્વારા તૈયાર કરાયુ હતું. જે ગઇકાલે 1.32 મિલિયન ડોલર એટલે કે આશરે રૂા.11.22 કરોડમાં વેંચાયુ હતુ. 7.5 ફૂટના પોર્ટ્રેટ A.I. ગોડની ગઇકાલે લંડન ઓક્શન હાઉસ સોથેબીના ડિજિટલ આર્ટ સેલ ખાતે હરાજી કરવામાં આવી હતી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

Instagram ઠપ્પ થતાં અનેક યુઝર્સ પરેશાન, લોકોએ સ્ક્રીનશૉટ્સ શેર કર્યા

Published

on

By

ઈન્સ્ટાગ્રામની સેવાઓ આજે અચાનક બંધ થઈ ગઈ હતી. આ પછી ઘણા વપરાશકર્તાઓ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. જેમાં ઇન્સ્ટાગ્રામ વેબ યુઝર માટે બંધ થઈ ગયું હતુ. ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા અંગે X પ્લેટફૉર્મ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. જેમાં યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલ, પોસ્ટ કે સ્ટોરી શેર કે ઓપન કરી શકતા ન હતા.

લગભગ 1 હજાર યુઝર્સે Downdetector પર જાણ કરી અને થોડીવારમાં આ સંખ્યા 2 હજાર સુધી પહોંચી ગઈ. આ દરમિયાન તેણે જણાવ્યું કે તેને ઈન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઘણા લોકોએ X પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર ઈન્સટાગ્રામ ડાઉનને લઈને પોસ્ટ પણ શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. ઘણા યુઝર્સ આના પર ફોટો અને વીડિયો વગેરે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ આ પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, અહીં યુઝર્સ મેસેજ વગેરે પણ મોકલી શકે છે. અહીં ઘણી સેલિબ્રિટીઝ પણ હાજર છે, આની મદદથી યુઝર્સ તેમની ફેવરિટ સેલિબ્રિટી અને સ્ટાર્સની લાઈફસ્ટાઈલ અને પસંદગીઓ વિશે જાણી શકે છે.

ઇન્સ્ટાગ્રામ અને તેની પેરેન્ટ કંપની મેટાએ હજુ સુધી આ આઉટેજ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. જો કે, આ અંગેના કેટલાક મીમ્સ સોશિયલ મીડિયા પર પણ આવ્યા, જ્યાં લોકોએ આ આઉટેજ વિશે પોસ્ટ કર્યું.

ઘણા લોકોએ X પ્લેટફોર્મ પર મોબાઇલ સ્ક્રીનશોટ શેર કર્યા અને કહ્યું કે માફ કરશો, ઇન્સ્ટાગ્રામ પર કંઈક ખોટું લખેલું જોવામાં આવ્યું છે. આ સિવાય ઘણા લોકોએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે. અહીં લોકોએ બતાવ્યું કે જ્યારે ઇન્સ્ટાગ્રામ ડાઉન છે, ત્યારે યુઝર્સ X પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) તરફ દોડી રહ્યા છે.

Continue Reading

ટેકનોલોજી

બાળકોમાં મોબાઈલની લત ડ્રગ્સ સમાન; મદદ માટે 4500 કોલ આવ્યા

Published

on

By

સોશિયલ મીડિયા, રીલ્સ, ગેમ પાછળ દરરોજ 4થી 12 કલાક બગાડે છે, મોબાઈલ છીનવાય તો ઘરમાં તોડફોડ અને વડીલો સાથે મારામારીના બનાવો

રીલ્સ બનાવીને લાઈક મળે તેમાં યુવા વર્ગને ડ્રગ્સની કીક જેવો આનંદ મળે છે, માનસિક સ્થિતિ ઉપર પણ વિપરીત અસર થાય છે

આજકાલ ટેકનોલોજી નો જમાનો છે. એટલે સ્વભાવિક છે અને કે દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ થાય અને તેમા પણ મોબાઈલ એટલે એક આંગળીના ટેરવે આખી દુનિયા મુઠીમાં. જે ટેકનોલોજીનો ઉપયોગ સતત વધતો જઈ રહ્યો છે. આ અમે નહિ પણ એક સરકારી હેલ્પલાઇન માં નોંધાયેલા આંકડા પરથી સામે આવ્યુ છે. એક આંકડા પ્રમાણે સામે આવ્યુ છે કે 6 વર્ષથી માંડી 25 વર્ષ સુધીના યુવક-યુવતીઓમાં મોબાઈલની લત ડ્રગ્સના નશા સમાન બની છે.


આ અંગે મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણીએ જણાવ્યુ હતુ કે કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ શિક્ષણને લઈને સારો ઉપયોગ થયો. પણ ત્યારે બકરું કાઢવા જતા ઊંટ પેસી ગયા જેવો ઘાટ સર્જાયો. જેને લઈને બાળકોમાં હાલ મોબાઈલની મોબાઈલની લત ડ્રગ્સ જેવી બની ગઈ છે. કેમ કે બાળકો ઘરે અભ્યાસ કરવા સાથે મોબાઇલમાં સતત મનોરંજન મેળવતા ગયા, અને હવે સમય એવો આવી ગયો છે તે બાળકોને મોબાઈલ વગર ચાલતુ પણ નથી.


ફ્રી ફાયર, કોલ ઓફ ડ્યૂટી, મિની મિલિશિયા અને પબજી જેવી મોબાઈલ ગેમ તે તરત જ મગજ પર અસર કરે છે. કારણ કે તેમાં હિંસા હોય છે, ગેમ માં કોઈ વ્યક્તિને મારીને પોઈન્ટ મેળવવાના હોય છે, જેનાથી ગેમ રમનાર આનંદ અનુભવે છે. ધીમે ધીમે ગેમ રમનાર વ્યક્તિ ના ડોપામાઈન પર અસર થાય છે અને તેની આદત પડી જાય છે.


સોશિયલ મીડિયાની આદત પણ ગેમની લત જેવી જ હોય છે. બાળકો કે યુવાનોમાં રીલ્સ બનાવવાની પોસ્ટ કરવાથી લાઈકો મેળવવાની આનંદ મળે છે. જે આનંદ ના કારણે તે રીલ્સ બનાવવા પ્રેરાય છે. ધીરે ધીરે તેને રીલ બનાવવાની લત લાગી જાય છે. આ લતના કારણે તેમના મગજ પર અસર પડે છે અને ડોપામાઈન કીક મળે છે. તેઓ સતત બીજાનું ધ્યાન આકર્ષવા પ્રેરાયેલા રહે છે.


મનોચિકિત્સક ના મતે નશાના બંધાણી માં જોવા મળતા ડોપામાઈન હોર્મોન ની કીક લત લગાડે છે. મોબાઈલની સ્ક્રીનમાંથી આવતા બ્લૂ રેઝ ને કારણે શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન બનતું નથી. લાંબો સમય જોનારા અનિદ્રા નો ભોગ બને છે. સતત ગેમ રમવાથી શરીરમાં ડોપામાઈન નામના હેપીનેસ હોર્મોનની કીક વાગે છે. નશાના બંધાણી માં આવું જ હોર્મોન બનતું હોય છે. લત લાગતા ગેમ વગર ચાલતું નથી. અને હિંસક ગેમ ને કારણે મનોભાવ અને ગુસ્સામાં ચઢાવ ઉતાર આવે છે. જેની સીધી અસર પાચનક્રિયા પર પડે પણ છે. જે શરીરને નુકસાન કરે છે. સાથે જ મોબાઈલના બંધાણીમાં ચીડિયાપણું, ઉચાટ, યાદશક્તિ પર અસર તેમજ નકારાત્મક્તા ઘૂસી જાય છે. જે પણ એક મોટી સમસ્યા છે.જે તમામ બાબતે બાળકો અને વાલીઓ અને સાથે જ મોબાઈલની લત ઘરાવતી કોઈ પણ ઉમરની વ્યકિતઓએ સમજવાની અને જાગૃત બનવાની જરૂૂર છે. જેથી લોકો મોબાઈલની ખરાબ લત નો ભોગ ન બને.

તમારા સંતાનને મોબાઈલની લત છોડાવવા માટે શું-શું કરવું જોઈએ ?
બાળકોની સવાર મોબાઈલ સાથે, ખાવાનું મોબાઈલ સાથે, અભ્યાસ સિવાય મોબાઈલ નો ઉપયોગ, સુતા પહેલા મોબાઈલનો ઉપયોગ, આ એક વડપણ બાળકોની કોરી ને ખાઈ રહ્યું છે. જે બાળકોની માનસિકતા પણ અસર કરી રહી છે. જે મામલે મનોચિકિત્સક ડોક્ટર વાલી ને બાળકોને ફિઝીકલ રમત, સિવાય અન્ય પ્રવૃત્તિમાં વાળવા અપીલ કરી છે. જેથી બાળકો ની મોબાઈલની લત ઓછી કરી શકાય.તો બાળક મોબાઈલ માટે જીદ કરે કે રહી ન શકતો હોય તો તેવા કિસ્સામાં વાલીઓને ડોક્ટર ની સલાહ લેવા પણ અપીલ કરી છે, તેમજ આગામી સમયમાં શાળા ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે ત્યારે મનોચિકિત્સક એ શાળામાં ચોપડીનુ જ્ઞાન જીવંત રાખવા પણ અપીલ કરી છે. કેમ કે મનોચિકિત્સક નુ માનવું છે કે બાળકો મોબાઈલનો ઉપયોગ કરે ત્યારે તેમાં ડોપા માઈન કેમિકલ રિએક્ટ કરે. જે બાળકોને તેટલા સમય માટે આનંદ આપે અને જ્યારે તેની અસર ઘટે પછી ફરી બાળક આનંદ લેવા મોબાઈલનો ઉપયોગ કરે. અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે જે એક મોબાઈલ વડપણ કહેવાય. જે બાળકોમાં એક નશાની જેમ અસર કરી રહ્યો છે. જેમાંથી બાળકોને મુકત કરવા મનોચિકિત્સક એ વાલીઓને ઘ્યાન આપવા અપીલ કરી છે.

1327 બાળકોએ મોબાઈલ લઈ લેવાતા આત્મહત્યા કરી લેવાની ધમકી આપી દીધી
ડ્રગ્સની જેમ મોબાઈલની ચુંગાલમાં ફસાયેલા સંતાનોને બચાવવા માતા ની ધીરજ ખુટી છે. કેમ કે બાળકોને બચાવવા અભયમ હેલ્પલાઈન માં 4500 કરતાં વધુ કોલ નોંધાયા છે. સોશિયલ મીડિયા, રીલ્સ અને ગેમ પાછળ બાળકો 4 થી 12 કલાક સુધીનો સમય બગાડી રહ્યા છે. અને જયારે બાળકો પાસેથી મોબાઈલ ફોન લઈ લેવામાં આવે તો બાળકો ઘરમાં તોડફોડ થી માંડી વડીલો સાથે મારામારી પણ કરે છે. આ પ્રકારના 3179 કેસ નોંધાયા છે. તો 1327 જેટલા બાળકોએ તો વાલીઓને આત્મહત્યાની પણ ધમકી આપી હોવાનું નોંધાયું છે. જે અભયમે વાલીઓની ફરિયાદ ના આધારે બાળકોનું કાઉન્સેલિંગ કરાયુ છે. જે મામલે મનોચિકિત્સક એ ચિંતા વ્યક્ત કરી છે. અને જો વાલી જલદી ન જાગ્યા તો આ ચિંતામાં વધારો થવાની પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.

Continue Reading
ગુજરાત10 hours ago

અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા

રાષ્ટ્રીય10 hours ago

દેશદ્રોહી કહેવા પર CM એકનાથ શિંદે થયાં લાલધૂમ, કાફલાને રોકીને કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા, આપી આ સલાહ

રાષ્ટ્રીય10 hours ago

શિયાળાની ઋતુમાં મોજાં પહેરીને સૂવું ખતરનાક બની શકે છે,જાણો નિષ્ણાંતો પાસેથી

રાષ્ટ્રીય11 hours ago

‘ખડગે એ નથી કહેતાં કે તેમનું ઘર કોણે સળગાવ્યું..’, સીએમ યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન

રાષ્ટ્રીય11 hours ago

માર્ગ અકસ્માતમાં 80 ટકા મૃત્યુ માટે ડ્રાઇવર જવાબદાર

ગુજરાત11 hours ago

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં

ક્રાઇમ11 hours ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

રાષ્ટ્રીય11 hours ago

ભાજપના ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર આતંકીઓની ભાષા: ખડગે

રાષ્ટ્રીય11 hours ago

સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકો

આંતરરાષ્ટ્રીય11 hours ago

શેરબજાર માટે ટ્રમ્પ વિલન સાબિત, સતત ઘટાડો

ધાર્મિક17 hours ago

આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી

ગુજરાત17 hours ago

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત

ક્રાઇમ11 hours ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

ગુજરાત11 hours ago

સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય

ગુજરાત11 hours ago

ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ

ક્રાઇમ11 hours ago

Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ

ગુજરાત11 hours ago

આધેડનો કમળપૂજાનો પ્રયાસ

ગુજરાત11 hours ago

1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી

ગુજરાત11 hours ago

હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત

રાષ્ટ્રીય2 days ago

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ

Trending