રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હિંડોરણા ગામે રાધીકા હોટલ પાસેથી ચોરી થયેલી મોટરસાયકલના ગુનાનો રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરી થયેલ 100 ટકા મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.
ભાવનગર રેન્જના આઈ.જી. શ્રી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના સૂચન અનુસાર મિલ્કત સંબંધિત ગુનાઓને ડિટેક્ટ કરવા માટે પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના અનુસંધાનમાં રાજુલા પોલીસે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા. 05 માર્ચ 2026ના રોજ હિંડોરણા ગામે રાધીકા હોટલ નીચે એક વ્યક્તિએ પોતાની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર (રજી.નં. ૠઉં-11-અૠ-8135) મોટરસાયકલ પાર્ક કરી હતી. બાદમાં સવારે આવતાં મોટરસાયકલ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી લઈ જવાઈ હતી. અંદાજિત રૂૂ. 20,000 કિંમતની આ મોટરસાયકલ ચોરી અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પકડાયેલા આરોપીઓમાં (1) લાલજીભાઈ ઉર્ફે લાલો ચોથાભાઈ સોલંકી (ઉ.વ.34), રહે. લોઠપુર તા. જાફરાબાદ તથા (2) મનુભાઈ ઉર્ફે મનોજ નાથાભાઈ મકવાણા (ઉ.વ.32), રહે. લોઠપુર તા. જાફરાબાદનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર એમ.એફ. હિંડોરણા તથા ફિંડોરણા બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ જસાભાઈ, પો.કોન્સ્ટેબલ મેહુલભાઈ ભુપતભાઈ, ભવદીપસિંહ હઠુભા, મહેશભાઈ લાભુભાઈ, બાલકૃષ્ણભાઈ વજુભાઈ તથા મહિલા પો.કોન્સ્ટેબલ અંકીતાબેન ભરતભાઈ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
