માંડવીના સ્વામીનારાયણ માર્ગ નજીક સોમવારે કરૂૂણ અકસ્માત સર્જાયો હતો.જેમાં ડમ્પરના ચાલકે એકટીવાને ટક્કર મારતા પાછળ બેઠેલા 25 વર્ષીય મહિલા રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનો ટાયર તેમના પરથી ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યો હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના સ્વામિનારાયણ માર્ગ નજીક સાંજના સવા સાત વાગ્યાના અરસામાં કરૂૂણ માર્ગ અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.આ બાબતે મળતી માહિતી મુજબ, એક ડમ્પર અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં ડમ્પરે એકટીવા ચાલકને ટક્કર મારતા પાછળ બેઠેલા 25 વર્ષીય પ્રિયલબેન મીત સેંઘાણી રસ્તા પર પટકાઈ ગયા હતા.એ દરમિયાન ડમ્પરનો ટાયર તેમના ઉપર ફરી જતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ દુર્ઘટનાએ ત્યાં હાજર લોકોમાં હાહાકાર મચાવી દીધો હતો અને ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી. યુવાન મહિલાના અચાનક નિધનથી પરિવારજનો તથા વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ મામલે પીએસઆઈ એમ. કે. પરમાર દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
