કેશોદમાં ધંધામાં રોકાણ માટે માતાને માર મારી ગળુ દબાવ્યું: ઘરમાંથી 10 લાખના દાગીનાની લુંટ ચલાવી

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી સંબંધોને તાર-તાર કરતી અને કળિયુગની પરાકાષ્ઠા સમાન એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પૈસાની લાલચમાં અંધ બનેલા એક કપૂતે પોતાની…

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી સંબંધોને તાર-તાર કરતી અને કળિયુગની પરાકાષ્ઠા સમાન એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પૈસાની લાલચમાં અંધ બનેલા એક કપૂતે પોતાની સગી જનની પર જીવલેણ હુમલો કરી, ગળું દબાવીને લાખો રૂૂપિયાની લૂંટ ચલાવી છે. કેશોદની રાધ રમણ સોસાયટીમાં રહેતા 50 વર્ષના પ્રફુલાબેન જયંતિભાઇ દવેએ પોતાના જ સગા દીકરા દીપ વ્યાસ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

વિદેશ જવાનો પ્લાન નિષ્ફળ જતાં ’રજવાડી ચા’ હોટલ ખોલી પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘોર અપરાધ આચરવા પાછળનું એક આંચકાજનક કારણ સામે આવ્યું છે. આરોપી દીપ વ્યાસ વિદેશ જઈને સેટલ થવાના સપના જોતો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તેણે ધંધો કરવાનું નક્કી કર્યું હતું. તેણે જુનાગઢ ખાતે ભાડેથી રહીને ‘રજવાડી ચા’ નામની હોટેલ શરૂૂ કરી હતી. આ હોટેલના બિઝનેસ ડેવલોપમેન્ટ માટે તેને મોટા પ્રમાણમાં પૈસાની તંગી ઊભી થઈ હતી. આ ધંધાકીય જરૂૂરિયાત પૂરી કરવા માટે જ તેણે શોર્ટકટ અપનાવ્યો અને પોતાની જ માતાના ઘરને નિશાન બનાવ્યું હતું.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આશરે એક મહિના પહેલા આરોપી દીપ વ્યાસ કેશોદ ખાતે પોતાની માતાના રહેણાંક મકાને આવ્યો હતો. ઘરમાં ઘૂસીને કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વિના તેણે પ્રફુલ્લાબેનના હાથ પકડી લીધા હતા અને તેમને મુંઢમાર મારવાનું શરૂૂ કર્યું હતું. આટલાથી પણ મન ન ભરાતા નરાધમ પુત્રએ સગી માતાનું ગળું દબાવી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી મોતના ભયમાં મૂકી દીધા હતા.કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી. ચૌધરીએ જણાવ્યું કે, “માતાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે તાત્કાલિક વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપી પુત્ર દીપ વ્યાસની ધરપકડ કરી લીધી હતી. જો કે, ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન આરોપી પોલીસને કોઈ પણ પ્રકારનો સહકાર આપી રહ્યો નથી અને ગુના અંગેની વિગતો છુપાવી સતત નિર્દોષ હોવાનું રટણ રટી રહ્યો છે.” પોલીસે આરોપી દીપ વ્યાસને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા, નામદાર કોર્ટે તેના સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *