સાધુ વાસવાણી રોડ પરથી માતા-પુત્રનું અપહરણ

એકતરફી પ્રેમમાં પાગલ શખ્સના ત્રાસના કારણે પ્રૌઢે તેની પુત્રીના અમદાવાદ લગ્ન કરાવી દેતા આરોપી ઉશ્કેરાયો પોલીસે ત્રંબા સુધી પીછો કરી માતા-પુત્રને છોડાવી ધરાર પ્રેમી સહિત…

એકતરફી પ્રેમમાં પાગલ શખ્સના ત્રાસના કારણે પ્રૌઢે તેની પુત્રીના અમદાવાદ લગ્ન કરાવી દેતા આરોપી ઉશ્કેરાયો

પોલીસે ત્રંબા સુધી પીછો કરી માતા-પુત્રને છોડાવી ધરાર પ્રેમી સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા

સાધુ વાસવાણી રોડ પરથી માતા-પુત્રનું કારમાં અપહરણ કરી નાસી છૂટેલા આરોપીઓને યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં ત્રંબા પાસેથી પકડી પાડી માતા-પુત્રને મુક્ત કરાવ્યાં હતાં.સાધુ વાસવાણી રોડ પર રહેતાં પ્રૌઢની પુત્રીના એક તરફી પ્રેમમાં પાગલ કૃણાલ નામના શખ્સે મિત્ર સાથે મળી કારસ્તાન કર્યું હતું.આ બનાવ અંગે સાધુ વાસવાણી રોડ પર જનકપુરીના આવાસ ક્વાર્ટરમાં રહેતાં પ્રોઢે) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૃણાલ અને ભરત નામના શખ્સોના નામ આપતાં યુની. પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.આ ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓના પરિવારમાં પત્નિ, પુત્ર અને દીકરી છે. તેમજ એક દીકરી જે શાપર વેરાવળ, તેનાથી નાની દીકરી ખાંભળા ગામ ધ્રાંગધ્રા અને એક પુત્રી અમદાવાદ ખાતે સાસરે છે. ફરીયાદી કે.કે.વી હોલ પાસે આવેલ બ્લીંકીટના સ્ટોરમા સીક્યુરીટી તરીકે નોકરી કરે છે.ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તેઓ ટીફીન લઈ કે.કે.વી હોલ પાસે આવેલ બ્લીંકીટના સ્ટોર ખાતે નોકરી પર જતો હતો ત્યારે અગાઉ પાડોશમાં રહેતો કુણાલ જેને દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની જાણ થતા દીકરીના અમદાવાદ લગ્ન કરાવી દીધેલા હતા. જેથી કુણાલ તથા તેનો મીત્ર ભરત કુણાલની સફેદ રંગની આર્ટીગા ગાડી લઈ તેમની પાછળ આવતા હતા. કુણાલ ગાડી ચલાવતો હતો. જેથી તેઓ સાધુવાસવાણી રોડ ગંગોત્રી પાસે આવેલ મૈયાભાઈની ચાની હોટલે ઉભો રહી ગયેલો હતો. આરોપીઓ ફોવ્હીલર લઈ સામેની બાજુ ઉભેલા હતા. જેથી પ્રોઢે પત્નિને ફોન કરેલો કે આપણો જુનો પાડોશી કુણાલ તથા તેનો મીત્ર ભરત બંને તેની કાર લઈ મારી પાછળ પાછળ આવે છે.

બાદમાં પત્નિ મૈયાભાઈની હોટેલ ખાતે આવેલા અને બાદમા પાછળથી દિકરો પણ ત્યાં આવેલો હતો. થોડીવાર આરોપીઓ કાર લઈને જતા રહેલ હતાં. જેથી પત્નિ અરૂૂણાબેન તથા દીકરા નયનને હોટેલેથી ઘરે મોકલી દીધેલા હતા. તેઓ ત્યાથી બ્લીંકીટના સ્ટોર નોકરી પર જતો રહેલો હતો. બાદમા સવા નવેક વાગ્યે પત્નિને ફોન કરેલો હતો. પરંતુ પત્નિએ ફોન ઉપાડેલો નહી. જેથી ચિંતા થવા લાગતા ઘરે ગયેલો અને દીકરીને પુછેલ કે, તારી માતા તથા ભાઈ ક્યાં છે, તો દીકરીએ જણાવેલ કે, મમ્મી તથા ભાઈ બંને ઘરે આવેલા નથી.

ફરીયાદી મૈયાભાઈની હોટલની આજુબાજુમા તપાસ કરવા માટે ગયેલ તેઓ મળી આવેલ નહી, જેથી જનકપુરીના ક્વાટરની બાજુમા આવેલ મહાદેવના મંદીર પાસે જતા એક અજાણ્યા ભાઈને પુછતા તેઓએ વાત કરેલ કે, એક એર્ટીગા કારમાં એક બહેન તથા છોકરાને બળજબરીથી બે વ્યકિતઓ ગાડીમા બેસાડીને લઈ ગયેલ છે, તેવુ જાણવા મળતા આ કુણાલને ફરીયાદીની દીકરી સાથે લગ્ન કરવા હોય અને દીકરીના લગ્ન કરાવવા ન હોય અને તેણીના લગ્ન અમદાવાદ ખાતે કરાવેલ હોય જે કુણાલને પસંદ ન આવતા પત્નિ (ઉ.વ. 45) તથા મારો દિકરો (ઉ.વ.14) ને આરોપી કુણાલ તથા ભરત બંને બળજબરીથી ગાડીમા બેસાડીને અપહરણ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ હરેશ પટેલની રાહબરીમાં પીએસઆઈ વિક્રમ ડોડીયા અને ટીમે તુરંત તપાસ આદરી કારનો પીછો કરી ભાવનગર રોડ પર ત્રાંબા નજીકથી આર્ટીગા કાર મળી આવી હતી. જો કે, તેમાં આરોપી કે અપહયત મળી આવ્યા ન હતા. દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કાર બદલાવી પરત રાજકોટ તરફ ભાગ્યાં છે, ત્યારે ફરી પોલીસે તેનો પીછો કરતાં ભાવનગર રોડ પરથી આરોપીને આંતરી અપહયતને મુક્ત કરાવ્યાં હતાં. પોલીસે આરોપી કૃણાલ માલા મિઠાર (ઉં.વ.29, રહે. સાધુવાસવાની રોડ આવાસ ક્વાર્ટર રાજકોટ, મૂળ ગામ જોરડા, ગઢડા) અને ભરત જીવા કળોતરા (ઉ.વ.30, રહે.માન સરોવરના ઢાળીયા પાસે આજીડેમ, મૂળ ગામ – ભંડારીયા, જસદણ) સહિત ત્રણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *