સરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોત

  પડધરીના સરપદડ ગામ પાસે બંધ ટ્રક પાછળ એકટીવા બાઇક ધુસી જતા સરપદડ ગામના માતા-પુત્રના કરૂૂણ મોત થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, સરપદડ ગામે રહેતાં અને…

 

પડધરીના સરપદડ ગામ પાસે બંધ ટ્રક પાછળ એકટીવા બાઇક ધુસી જતા સરપદડ ગામના માતા-પુત્રના કરૂૂણ મોત થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, સરપદડ ગામે રહેતાં અને મજુરીકામ કરતા મુળ ટંકારાના હરબટીયાળી ગામના ભાવેશભાઇ હિરાભાઇ ચૌહાણ (ઉ.વ.23) તથા તેના માતા બાલુબેન (ઉ.વ.60) એકટીવા બાઇક નં. જી.જે. 03-ઇજી-1453 માં સરપદડ-મેટોડા રોડ ઉપર જઇ રહ્યા હતા ત્યારે રાત્રીના બંધ હાલતમાં ઉભેલ ટ્રક નં. જી.જે. 1ર એ યુ 70ર1 પાછળ બાઇક ધુસી જતા બાઇકમાં બેઠેલા ભાવેશભાઇ તથા તેની માતા બાલુબેનને ગંભીર ઇજા થતા મોત નીપજયા હતા. બનાવ બાદ ટ્રક ચાલક નાસી લુટયો હતો.

અકસ્માતમાં મોતને ભેટેલા બંને માતા-પુત્રની લાશને પી.એમ. માટે પડધરી હોસ્પીટલમાં ખસેડાયેલ બનાવ અને મૃતક ભાવેશભાઇના ભાઇ ધનાભાઇ હિરાભાઇ ચૌહાણએ ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા પડધરી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.મૃતક ભાવેશભાઇ મજુરીકામ કરતા હતા અકસ્માતમાં માતા-પુત્રના મોતથી સરપદડ ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *