શહેરના મોટાભાગના ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં, ટીઆરબી જવાનો વાહનો રોકવામાં વ્યસ્ત

કોંગ્રેશ હેલ્થ એન્ડ હોસ્પિટલ ચેરમેન ગીરીશ વાણિયા અને તેમની ટીમ દ્વારા શહેરની વિકરાળ અને જનતા માટે સુવિધાના બદલે દુવિધા રૂૂપ ટ્રાફિક સમસ્યા અંગે આજરોજ શહેર…

કોંગ્રેશ હેલ્થ એન્ડ હોસ્પિટલ ચેરમેન ગીરીશ વાણિયા અને તેમની ટીમ દ્વારા શહેરની વિકરાળ અને જનતા માટે સુવિધાના બદલે દુવિધા રૂૂપ ટ્રાફિક સમસ્યા અંગે આજરોજ શહેર પોલિશ કમિશનર, મ્યુ. કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા સહિતનાઓને રજૂઆત કરવામાં આવી હતી . અને તેવો એ જણાવ્યું હતું કે, શહેરના મોટા ભાગના ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં જોવા મળે છે અને જ્યાં ટ્રાફિક સિગ્નલો નથી તેવા પોઇન્ટો પર પોલીસ જવાન કે ટી.આર. બી જવાન હોતાં નથી અને જો હોય છે તો કેસો કરવા માટે વાહન રોકવામાં વ્યસ્ત હોય છે. અને ટ્રાફિક જામ હોય છે જેથી શહેરની ટ્રાફિક સમસ્યા વિકાર બની છે.

શહેરમાં જ્યારે સિગ્નલો બંધ હોય ત્યારે જનતા માટે ડાબી બાજુનો રસ્તો બ્લોક હોય છે જેથી ટ્રાફિક જામ સર્જાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરના છેવાડાના પોઇન્ટો જેવા કે ગ્રીન લેન્ડ ચોકડી, મવડી ચોકડી, ગોંડલ ચોકડી, આજીડેમ ચોકડી, નાનામવા ચોકડી, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં પ્રાઇવેટ ટેક્સી કે બસોનો અનહદ ત્રાસ હોય છે અને ટ્રાફિક જામ થાય છે ત્યારે હાજર પરના પોલીસ જવાન કે ટિ. આર. બી મેન મુખ પ્રેક્ષક બની કાંતો વાહનો રોકવામાં વ્યસ્ત હોય છે અથવા ફાકી ચોળતા કે ફોનમાં વ્યસ્થ નજરે પડે છે જેથી ટ્રાફિક જામ થાય છે. ત્યારે હાજર ટી. આર. બી, કે પોલીસ જવાન મુખ પ્રેક્ષક બની કાંતો મેમો આપવામાં વ્યસ્ત હોય છે અને ટી. આર. બી. જવાન રોકવામાં વયસ્ત હોય છે અને ટ્રાફિક જામ થાય છે.

આ અંગે કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ ચેરમેન ગીરીશ વાણિયા ગ્વિજયજાદવ વિરાટપરમાર મહેન્દ્ર પરમાર મંથન વાણિયા જગદીશ સાગઠિયા જયિમન મકવાણા અમન મકવાણા સાહિતનાઓ હજાર રહ્યા હતા આ અંગે કડક કામગીરી કરી તત્કાલ બંધ પડેલ ટ્રાફિક સિગ્નલો ચાલુ થાય અને યોગ્ય ટ્રાફિક નિયમથાય તેવી માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *